Ahmedabad News: કોળી સમાજના CM મુદ્દે બે પાટીદાર આગેવાનોને પિન્ટુ કોળીએ જાતિવાદી કીડા કહ્યા

📅 Published: November 17, 2026 | 📂 Category: Ahmedabad

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં આપેલું મોટું નિવેદન હવે રાજકીય અખાડો બન્યું છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આપેલા આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ.પભુબા માણેકનો એક વીડિયો સામે આવ્યો છે.તેમાં તેઓ ધારાસભ્ય હીરા સોલંકીને કહી રહ્યાં છે કે,ગુજરાતમાં તમારો સમાજ સૌથી મોટો છે અને બીજા નંબરનો છે.જેથી મુખ્યમંત્રી પણ તમારા થવા જોઈએ.તેમના આ નિવેદન બાદ પાટીદાર સમાજના બે નેતાઓ મેદાનમાં ઉતર્યા હતાં. હવે આ પાટીદાર નેતાઓ સામે કોળી સમાજના પિન્ટુ કોળીએ મોટું નિવેદન આપતાં માહોલ વધુ ગરમ થયો છે. 

જ્ઞાતિવાદના કીડાઓ હવે તમારે સુધરવું જોઈએઃ પિન્ટુ કોળી

કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળીએ એક વીડિયો મારફતે કહ્યું હતું કે, પટેલ સમાજને રાજગાદી ભોગવવી છે અને કોળી ઠાકોર સમાજને શું ખાલી દાળીયું કરવા રાખ્યો છે? હું આખા પાટીદાર સમાજને નથી કહેતો પણ વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાને કહેવા માંગું છું.કોળી સમાજના પ્રસંગમાં પબુભા માણેકે વાત કરી કે કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ. ત્યારે એવી બળતરા થઈ કે અમારે કોળી સમાજનો મુખ્યમંત્રી બનશે તો સાહેબ કહેવું પડશે. તમારે શું કોળી સમાજનો વોટબેંક માટે જ ઉપયોગ કરવો છે?. ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ દોઢ કરોડ કરતાં વધુ વોટ બેંક ધરાવે છે. તે છતાંય જો ખાલી મુખ્યમંત્રીની વાત કરી ત્યારે તમારા પેટમાં બળતરા થઈ પણ તમારા પાટીદાર સમાજના મુખ્યમંત્રી તો કેટલા સમયથી છે. જ્ઞાતિવાદના કીડાઓ હવે તમારે સુધરવું જોઈએ. 

બાબા સાહેબ આંબેડકરે બધાને સમાનતાનો અધિકાર આપેલો છે

આ તો સંવિધાન રચનારા બાબા સાહેબ આંબેડકરે બધાને સમાનતાનો અધિકાર આપેલો છે.પિન્ટુ કોળીએ વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી તમારા જ બનાવવાના અને અમારો નંબર આવે જ નહીં. પટેલ સમાજનો વિકાસ કરવો હોય તો તમને હજાર હજાર કરોડના ફંડ ફાળવવામાં આવે અને કોળી સમાજનો આવે એટલે તમે બારણું બંધ કરી દો આવું શા માટે? દેશની આઝાદી બાદ ગુજરાતમાં કેટલા મુખ્યમંત્રી કોળી સમાજના બન્યા? એક માધવસિંહ સોલંકીને પણ ખુરશી ભોગવવા નથી દીધી તમે લોકોએ. કોળી સમાજ હવે ભોળો નથી. હવે અધિકાર નહીં મળે તો છાતી પર પગ મુકવાની તેવડ પણ અમારો સમાજ ધરાવે છે. બીજા કોઈના પેટમાં બળતરા ના થઈ અને વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાના પેટમાં જ કેમ બળતરા નથી. 

આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *