અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણી ફરી એકવાર પોતાના ફેશન લુકને કારણે ચર્ચામાં છે. મુંબઈના એન્ટિલિયામાં અમેરિકન ફેશન ડિઝાઇનર ટોરી બર્ચના સ્વાગત માટે યોજાયેલી ખાસ ડિનર પાર્ટીમાં ઈશાએ સ્પ્રિંગ 2027 કલેક્શનનો આકર્ષક ડ્રેસ પહેર્યો હતો.
તેમના ગ્રીન અને ટરક્વૉઇઝ બ્લૂ રંગના આઉટફિટની સાથે એન્ટિલિયાની ભવ્ય ડિનર ટેબલે પણ મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું.
ટોરી બર્ચના સ્વાગત માટે ખાસ ડિનર પાર્ટી
અમેરિકન ફેશન ડિઝાઇનર ટોરી બર્ચના ભારત પ્રવાસ દરમિયાન ઈશા અંબાણીએ એન્ટિલિયામાં ખાસ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ મહેફિલમાં બોલિવૂડ અભિનેત્રીઓ તૃપ્તિ ડિમરી, તમન્ના ભાટિયા અને શનાયા કપૂર સહિત ફેશન જગતના જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા.
ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, રાહુલ મિશ્રા અને સ્ટાઇલિસ્ટ અનાઈતા શ્રોફ અદજાનિયા પણ આ પાર્ટીમાં જોવા મળ્યાં હતાં.
<a href="
==” target=”_blank”>
==
એમરાલ્ડ ગ્રીન કાર્ડિગનમાં ઈશાનો અનોખો લુક
પાર્ટી માટે ઈશાએ એમરાલ્ડ ગ્રીન રંગનું ક્રોપ કાર્ડિગન પસંદ કર્યું હતું. તેની પાઈક્રસ્ટ નેકલાઇન અને હળવા ગુલાબી તથા મૉવ રંગનાં 3D ફૂલોની ભરતકામની ડિઝાઇને આઉટફિટને ખાસ બનાવ્યો હતો. ઈશાએ કાર્ડિગનને સામાન્ય રીતે પહેરવાને બદલે થોડું ત્રાંસું સ્ટાઇલ કર્યું હતું, જે ટોરી બર્ચના રનવે લુકની ખાસિયત છે.
<a href="
==” target=”_blank”>
==
ટરક્વૉઇઝ બ્લૂ સ્કર્ટે લુકમાં ઉમેર્યો રંગ
ગ્રીન કાર્ડિગન સાથે ઈશાએ ટરક્વૉઇઝ બ્લૂ રંગની ટેક્સ્ચર્ડ મિડી સ્કર્ટ પહેરી હતી. આ સ્કર્ટનો રંગ હવાઈના દરિયાકિનારાથી પ્રેરિત હતો. ગ્રીન અને બ્લૂ રંગનું કોમ્બિનેશન તેમના લુકને ફ્રેશ અને આકર્ષક બનાવતું હતું.
આઉટફિટ સાથે ઈશાએ પેન્સિલ હીલ્સ અને સુંદર ડ્રોપ ઇયરિંગ્સ પહેર્યાં હતાં. વાળ ખુલ્લા રાખીને તેમણે મેકઅપ અને જ્વેલરીને સાદાં રાખ્યાં હતાં, જેથી આઉટફિટની ડિઝાઇન અને રંગો વધુ આકર્ષક દેખાય.
ટોરી બર્ચ પણ પોતાના કલેક્શનના આઉટફિટમાં દેખાયાં
પાર્ટીમાં ટોરી બર્ચે પણ પોતાના સ્પ્રિંગ 2027 કલેક્શનનો પર્પલ રંગનો આઉટફિટ પહેર્યો હતો. ટાઈ-ડાઈ પેપર કોટન ફેબ્રિકમાંથી તૈયાર કરાયેલા આ ડ્રેસ પર મેટાલિક ભરતકામ અને હાથથી કરાયેલું પેઇન્ટિંગ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
એન્ટિલિયાની ભવ્ય ડિનર ટેબલે પણ ખેંચ્યું ધ્યાન
પાર્ટીમાં ઈશાના લુકની સાથે એન્ટિલિયાની ડિનર ટેબલની સજાવટ પણ ચર્ચામાં રહી હતી. ટેબલની ડિઝાઇન લહેરાતી નદી જેવી વળાંકદાર હતી. તેની વચ્ચે રંગબેરંગી ગુલાબ, ટ્યૂલિપ્સ અને લીલાંછમ છોડથી સુંદર સજાવટ કરવામાં આવી હતી.

ટેબલની બંને બાજુ મહેમાનો માટે ડિનર સેટ, કાચનાં વાસણો અને ચમચી-કાંટા ગોઠવવામાં આવ્યાં હતાં. સાથે લીલા રંગની મીણબત્તીઓ અને ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. હોલની છત પર લટકતો મોટો ક્રિસ્ટલ ઝુમ્મર સમગ્ર સજાવટને વધુ ભવ્ય અને શાહી લુક આપી રહ્યો હતો.
