Vadodara News: અનિયમિત વીજળી અને કેનાલની સફાઈ મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રીને બે પત્ર લખ્યા

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બે અલગ અલગ પત્રો પાઠવીને રજૂઆત કરી છે.જેમાં નર્મદા કેનાલની તાત્કાલિક સફાઈ કરવા અને ખેતી માટે અનિયમિત વીજળીની સમસ્યા ઉકેલવાની માંગ કરી છે.સરકારે અગાઉ દસ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેનો સત્તાવાર પરિપત્ર બહાર ન પડતાં ખેડૂતો વંચિત રહ્યા છે.

ખેતરોમાં ઊભા પાકની માવજત કરવી જરૂરી બની

તેમણે ખેતીવાડી માટે દસ કલાક વીજળી આપવાના નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માંગ કરી છે.સરકારે અગાઉ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.પરંતુ હજુ સુધી તેનો કોઈ પરિપત્ર બહાર પડાયો નથી.પરિપત્ર ન નીકળતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી.પત્રમાં જણાવ્યા મુજબ દસ કલાક તો દૂર,હાલ આઠ કલાક વીજળી પણ નિયમિત મળતી નથી.અનિયમિત વીજ પુરવઠાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.ખેડૂતોને નિયમિત અને પૂરતો વીજ પુરવઠો આપવો અત્યંત જરૂરી છે.નિયમિત વીજળી ન મળવાથી ખેતીના કામો અટકી પડ્યા હોવાનું પણ પત્રમાં દર્શાવવામાં આવ્યું છે. હાલના દિવસોમાં વરસાદે સંપૂર્ણ વિરામ લીધો છે.વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઊભા પાકની માવજત કરવી જરૂરી બની છે.

નર્મદા કેનાલની તાત્કાલિક સફાઈ કરવાની માંગણી કરી

ધારાસભ્યએ ખેડૂતોના હિતમાં એક મહત્વની ભલામણ પણ કરી છે. શક્ય હોય તો ખેતીવાડી માટે દસ કલાકને બદલે બાર કલાક વીજળી આપવી જોઈએ.વીજળીનો પૂરતો પુરવઠો મળવાથી પાકનું રક્ષણ થઈ શકશે.આ સાથે ધારાસભ્યએ નર્મદા કેનાલ અંગે બીજો પત્ર પણ લખ્યો છે.તેમણે નર્મદા કેનાલની તાત્કાલિક સફાઈ કરવાની માંગણી કરી છે. કેનાલની સફાઈ કરીને ખેડૂતોને નિયમિત પાણી આપવું જરૂરી છે. ખેતી માટે વૈકલ્પિક પાણી આપવાનું ચોક્કસ સમયપત્રક પણ તાત્કાલિક જાહેર કરવું જોઈએ. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. પાણી વગર નુકસાન વેઠનારા ખેડૂતોને સરકારે વળતર આપવું જોઈએ. આવા તમામ ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવાની પત્રમાં માંગ કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતોના પ્રશ્ને તાત્કાલિક ઘટતું કરવાની માંગણી મૂકાઈ છે. કેનાલ વ્યવસ્થા સુચારુ બનવાથી ખેડૂતોને સિંચાઈ માટે મોટો આધાર મળી રહેશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *