ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગોધરા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગના સયુંકત ઉપક્રમે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, માત્ર 25 વર્ષની નાની વયે ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવીને જનજાતિ સમાજના અધિકારો અને સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, જનજાતિ સમાજના દેશના વિકાસમાં રહેલા યોગદાનને યાદ કરવા અને તેને ગૌરવ સાથે ઉજવવા માટે જનજાતીય ગૌરવ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, બલિદાન અને જનજાતિ સમાજના દેશના વિકાસમાં રહેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, નિવાસી અધિક કલેકટર જે.જે. પટેલ, પ્રાયોજના અધિકારી ડી આર. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Godhra : ગોધરા જિલ્લા પંયાયતમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
📅 Published: November 17, 2026 |
📂 Category: gujarati-news
