Vadodara : અંબાલાલપાર્ક HP પેટ્રોલ પંપ 15 દિવસથી બંધ, લોકોને ધક્કા

📅 Published: November 17, 2026 | 📂 Category: Baroda

શહેરના કારેલીબાગ અંબાલાલ પાર્ક પાસે આવેલો એચ.પી. પેટ્રોલ પંપની અંડર ગ્રાઉન્ડ ટાંકીની સિસ્ટમમાં ટેક્નીકલ ખામી સર્જાતા પેટ્રોલનો જથ્થો ઓવરફ્લો થઈને રોડ સુધી ઢોળાયો હતો. આ વાતને 15 દિવસ થઈ ગયાછે, પરંતુ સુધી તે પેટ્રોલ પંપ કાર્યરત કરાયો નથી. જેથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યાં છે. કારેલીબાગ મુક્તાનંદ સર્કલથી પાણીની ટાંકી તરફ જતા ચારભૂજા ચાર રસ્તા પાસે અંબાલાલ પાર્ક સોસાયટી નજીક એચ.પી. પેટ્રોલ પંપ છે. ગત તા.2જી નવેમ્બરના રોજ સવારે ઈલેક્ટ્રીક સ્વિચ ચાલુ રહી જતા અંડર ગ્રાઉન્ડ પેટ્રોલ ટાંકીમાં રહેલ પેટ્રોલનો જથ્થો ઓવરફ્લો થયો હતો અને આસપાસમાં ઢોળાવા લાગ્યો હતો. પેટ્રોલનો રેલો છેક મેઈન રોડ સુધી ફેલાતા ઉત્તેજના ફેલાઈ હતી. જ્યાં સુધી ફેલાયેલુ પેટ્રોલ ડાલ્યૂટ ન થઈ જાય ત્યાં સુધી પંપને તુરંત હંગામી ધોરણે ફાયર બ્રિગેડે બંધ કરાવ્યો હતો. જોકે, એ વાતને આજે 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ હજૂ સુધી તે પેટ્રોલ પંપ પુનઃ કાર્યરત કરાયો નથી. જેથી અનેક વાહનચાલકો રોજ ધક્કા ખાઈ રહ્યાં છે. સૂત્રોએ કહ્યું કે, અંડર ગ્રાઉન્ડ પેટ્રોલ ટાંકીમાં સર્જાયેલી ટેક્નીકલ ખામી હજૂ સોલ્વ થઈ નથી. ત્યારે પેટ્રોલ પંપ ચોક્કસ કયા કારણથી બંધ કરાયો છે તેની સચોટ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *