Anand : ભાઈકાકા યુનિવર્સિટીમાં 15 ડિસેમ્બરથી યોગ અભ્યાસ શરૂ થશે

📅 Published: November 17, 2026 | 📂 Category: Anand

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ દ્વારા ડિપ્લોમા ઈન યોગ અને સર્ટિફ્કિેટ કોર્સ ઈન યોગ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. ડિપ્લોમા ઈન યોગ કાર્યક્રમ 12 માસના ગાળાનો છે. જેમાં યોગ વિજ્ઞાન, શરીરની રચના, આસન, પ્રાણાયામ, યોગિક ક્રિયાઓ તથા આયુર્વેદ અને નેચરોપેથીનો અભ્યાસક્રમ શીખવવામાં આવે છે. જેના માટેની પ્રવેશ લાયકાત માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધો. 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને 17 વર્ષથી વધુની આયુ ધરાવતા હોવા જોઈએ. જ્યારે સર્ટિફ્કિેટ કોર્સ ઈન યોગ અભ્યાસક્રમ 4 માસના ગાળાનો હોય છે અને જેમાં યોગ, યોગિક અભ્યાસનો પરિચય, યોગ ગ્રંથોનો પરિચય, અષ્ટાંગ યોગ તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગનો અભ્યાસક્રમ શીખવવામાં આવે છે. જેમાં પ્રવેશની લાયકાત માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધો. 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા 15 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ આ અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે. યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોગના અભ્યાસક્રમમાં યોગનું વિસ્તૃત શિક્ષણ યોગનાએક્સપર્ટ દ્વારા પૂરુ પાડવામાં આવે છે. જેના પ્રવેશ ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2026 છે. આ યોગ વર્ગ દર મંગળવાર અને ગુરુવારે સાંજે 5.15 થી 6.45 સુધી અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ ભાઈકાકા યુનિવર્સિટી ખાતે ચલાવવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *