સિગારેટ પીવાથી રૂમેટૉઇડ આર્થરાઇટિસનું જોખમ!:પેરેન્ટ્સ સ્મોકર હોય તો બાળકના હાથ-પગ પણ નબળાં પડી શકે; ડૉક્ટરની 10 વાતો આજથી જ અનુસરો

📅 Published: November 18, 2026 | 📂 Category: Lifestyle

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સિગારેટ પીવાની આદતની અસર હાથની આંગળીઓ અને ઘૂંટણના સાંધાઓ પર પણ પડી શકે છે? સામાન્ય રીતે સ્મોકિંગથી થતા નુકસાનમાં ફેફસાંની બીમારી, હાર્ટ એટેક અને કેન્સરનો ઉલ્લેખ થાય છે. પરંતુ તેની અસર શરીરની ઇમ્યુન સિસ્ટમ પર પણ પડે છે, જેના કારણે રૂમેટૉઇડ આર્થરાઇટિસ (RA)નું જોખમ વધી શકે છે. RA સાંધાઓ સાથે જોડાયેલી એક ઓટોઇમ્યુન બીમારી છે. તેમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ, જે સામાન્ય રીતે આપણને બીમારીઓથી બચાવે છે, ભૂલથી પોતાના જ સાંધાઓ પર હુમલો કરવા લાગે છે. તેનાથી સાંધાઓમાં દુખાવો, સોજો અને જકડાણ થવા લાગે છે. ‘ઇન્ટરનેશનલ જર્નલ ઑફ મોલિક્યુલર સાયન્સિસ’માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, સ્મોકિંગ કરનારાઓમાં નોન-સ્મોકર્સની તુલનામાં RA થવાનું જોખમ વધારે હોય છે. તેથી આજે ‘ફિઝિકલ હેલ્થ’ માં વાત કરીશું રૂમેટૉઇડ આર્થરાઇટિસ અને સ્મોકિંગના કનેક્શન વિશે. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. હેમંત બંસલ, સિનિયર કન્સલ્ટન્ટ, ઓર્થોપેડિક્સ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ, નારાયણા હોસ્પિટલ, ગુરુગ્રામ સવાલ- રૂમેટૉઇડ આર્થરાઇટિસ (RA) શું છે? જવાબ- રૂમેટૉઇડ આર્થરાઇટિસ (RA) એક ક્રોનિક ઓટોઇમ્યુન બીમારી છે. તેમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ ભૂલથી પોતાના જ સાંધાઓ (જેમ કે હાથ, પગ, કાંડા)ની પરત પર હુમલો કરવા લાગે છે. તેનાથી- સવાલ- રૂમેટૉઇડ આર્થરાઇટિસ અને સામાન્ય આર્થરાઇટિસમાં શું તફાવત છે? જવાબ- બંનેમાં સાંધામાં દુખાવો અને સોજો થાય છે, પરંતુ તેનાં કારણો અલગ-અલગ હોય છે. બંને વચ્ચેનો તફાવત ગ્રાફિકમાં જુઓ- સવાલ- સ્ટડીઝ મુજબ સિગારેટ પીતી મહિલાઓમાં RAનું જોખમ વધી જાય છે. આવું શા માટે છે? જવાબ- આને પોઈન્ટર્સ દ્વારા સમજો- સવાલ- સ્મોકિંગ ઇમ્યુન સિસ્ટમને કેવી રીતે ડિસ્ટર્બ કરે છે અને RAને ટ્રિગર કરે છે? જવાબ- સિગારેટમાં રહેલા ટૉક્સિન્સ શરીરની ડિફેન્સ મિકેનિઝમને બગાડી દે છે. તેના કારણે શરીર પોતાના જ ટિશ્યૂ પર હુમલો કરવા લાગે છે. પૉઇન્ટર્સ દ્વારા સમજીએ- ઇમ્યુન ઓવર-ઍક્ટિવેશન સિટ્રુલિનેશન વધે છે ક્રોનિક ઇન્ફ્લેમેશન ઑટોએન્ટિબોડી વધવું જિનેટિક જોખમનું ટ્રિગર રોગપ્રતિકારક સંતુલન બગડવું સવાલ- શું પેસિવ સ્મોકિંગ પણ એટલું જ ખતરનાક છે? જવાબ- પેસિવ સ્મોકિંગ (બીજાના ધુમાડામાં રહેવું) પણ ખતરનાક છે, પરંતુ તેની ફ્રિક્વન્સી એક્ટિવ સ્મોકિંગ જેવી નથી. તેમ છતાં લાંબા સમય સુધી એક્સપોઝરમાં રહેવાથી તેમાં રહેલા ટૉક્સિન્સ અને કેમિકલ્સ શરીરમાં ઇન્ફ્લેમેશન વધારે છે, ઇમ્યુન સિસ્ટમને નબળી બનાવે છે અને રુમેટૉઇડ આર્થરાઇટિસ જેવી બીમારીઓનું જોખમ વધારી શકે છે. સવાલ- કેટલા સમય સુધી સ્મોકિંગ કરવાથી જોખમ વધારે હોય છે? જવાબ- સ્મોકિંગથી થતું જોખમ આ વાત પર નિર્ભર કરે છે કે વ્યક્તિ કેટલાં વર્ષોથી અને દરરોજ કેટલી સિગારેટ પીવે છે. તેને પૉઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- શું સ્મોકિંગથી ઇન્ફ્લેમેશનનું જોખમ વધે છે? જવાબ- હા, સ્મોકિંગથી શરીરમાં સોજો (ઇન્ફ્લેમેશન) વધી શકે છે. તેને પૉઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- ધૂમ્રપાન સિવાય કઈ લાઇફસ્ટાઇલની આદતોથી તેનું જોખમ વધે છે? જવાબ- ધૂમ્રપાન RAનું એક મોટું ટ્રિગર છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. ઘણી લાઇફસ્ટાઇલની આદતો રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. RAને ટ્રિગર કરતી તમામ લાઇફસ્ટાઇલની આદતો ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- જો પેરેન્ટ્સ સ્મોકર હોય તો શું બાળકોમાં RAનું જોખમ વધી શકે છે? જવાબ- માતા-પિતા સ્મોકર હોવાને કારણે બાળકોમાં RAનું જોખમ સીધું વધે છે, તેનો કોઈ નક્કર પુરાવો નથી. જોકે, તેને બે પાસાંથી સમજી શકાય છે- પેસિવ સ્મોકિંગ આનુવંશિક અને પર્યાવરણીય કારણો સવાલ- RAના શરૂઆતના લક્ષણો કયા હોઈ શકે છે? જવાબ- તેના શરૂઆતના લક્ષણો ઘણીવાર હળવા હોય છે અને લોકો તેમને નજરઅંદાજ કરી દે છે. ગ્રાફિકમાં તમામ શરૂઆતના લક્ષણો જુઓ- સવાલ- RAથી બચવા માટે જીવનશૈલી કેવી હોવી જોઈએ? જવાબ- રૂમેટોઇડ આર્થરાઇટિસને સંપૂર્ણપણે રોકી શકાતો નથી, પરંતુ યોગ્ય જીવનશૈલી અપનાવીને તેનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. RAથી બચાવ માટેની ટિપ્સ, ગ્રાફિકમાં જુઓ- સવાલ- આ માટે વ્યક્તિની ખાવા-પીવાની આદતો કેવી હોવી જોઈએ? જવાબ- RA (રૂમેટોઇડ આર્થરાઇટિસ)માં એવો આહાર લેવો જોઈએ, જે શરીરમાં સોજો ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે. આ માટે ખાવા-પીવાની આદતોમાં કરવાના તમામ ફેરફારો, ગ્રાફિકમાં જુઓ- સવાલ- ક્યારે તરત જ ડૉક્ટરને બતાવવાની જરૂર પડે છે? જવાબ- રૂમેટૉઇડ આર્થરાઇટિસમાં કેટલાક એવા સંકેતો હોય છે, જેમાં તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, જેમ કે- …………………………… ગ્રાફિક- અજીત સિંહ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *