Surat: નવી સિવિલ હોસ્પિટલમાં 'સેન્ટ્રલાઈઝ્ડ વોર્ડ મેનેજમેન્ટ સોફ્ટવેર'નો પ્રારંભ; દર્દીઓની સેવામાં વધુ સમય ફાળવી શકાશે

📅 Published: November 18, 2026 | 📂 Category: Surat

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સગાંસંબંધીઓની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી એક અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર અને તેમની વર્તમાન સ્થિતિની ત્વરિત માહિતી મળી રહે તે માટે ‘સેન્ટ્રલાઈઝ્ડ વોર્ડ મેનેજમેન્ટ સોફ્ટવેર’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ આધુનિક સિસ્ટમ શરૂ થવાથી હવે દર્દીના પરિવારજનોને માહિતી મેળવવા માટે અલગ-અલગ વોર્ડમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે.

કિડની બિલ્ડીંગના તમામ વોર્ડ અને ICUમાં સુવિધા શરૂ

આ ડિજિટલ પહેલ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડીંગના તમામ વોર્ડ અને આઈ.સી.યુ. (ICU)માં ‘સેન્ટ્રલાઈઝ્ડ વોર્ડ મેનેજમેન્ટ સોફ્ટવેર’ની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ સોફ્ટવેરની મદદથી દર્દીના સગાંસંબંધીઓને દર્દી કયા વોર્ડમાં દાખલ છે, તેમની હાલ શું સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત કેવી છે તે અંગેની તમામ સચોટ માહિતી સેન્ટ્રલાઈઝ્ડ ડેસ્ક પરથી એક જ જગ્યાએથી સરળતાથી મળી રહેશે.

સેન્ટ્રલાઈઝ્ડ વોર્ડ મેનેજમેન્ટ સોફ્ટવેર કાર્યરત

સેન્ટ્રલાઈઝ્ડ વોર્ડ મેનેજમેન્ટ સોફ્ટવેર કાર્યરત થવાથી માત્ર દર્દીઓના પરિવારજનોને જ નહીં, પરંતુ હોસ્પિટલના સ્ટાફને પણ મોટી રાહત મળશે. આ ડિજિટલ સિસ્ટમને કારણે નર્સિંગ સ્ટાફનું મેન્યુઅલ રજિસ્ટર બનાવવાનું અને નિભાવવાનું કામ ઘણું ઘટી જશે. પરિણામે નર્સિંગ સ્ટાફ પોતાનો વધુ સમય દર્દીઓની પ્રત્યક્ષ સારવાર અને સેવામાં ફાળવી શકશે, જેનાથી હોસ્પિટલની આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો થશે.

આ પણ વાંચો: Ahmedabad: હવામાં ધૂળનું પ્રદૂષણ યથાવત, બે વર્ષમાં PM10 સ્તર 3.1 ટકા વધીને 101 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટરે પહોંચ્યું



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *