Surat: AHTU ટીમના સ્પા પર દરોડા દરમિયાન ગભરાયેલા સંચાલકે ચોથા માળેથી છલાંગ લગાવી, સારવાર દરમિયાન કરુણ મોત

📅 Published: November 18, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં પોલીસના દરોડા દરમિયાન એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે. સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે એક હોટલ-સ્પા પર દરોડા પાડ્યા હતા, તે દરમિયાન પોલીસને જોઈને ગભરાઈ ગયેલા 42 વર્ષીય સ્પા સંચાલક રાજેશ રઘુવરસિંહે ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સંચાલકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે PIએ જણાવ્યું હતું કે પોલીસને દેહવ્યાપારની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

બચવાના પ્રયાસમાં ચોથા માળેથી નીચે ઝંપલાવ્યું

મળતી વિગતો અનુસાર, મૃતક રાજેશ રઘુવરસિંહ (ઉંમર 42) મૂળ હરિયાણાના વતની હતા અને હાલ સુરતના મગદલ્લા ગામમાં રહીને હોટલ-સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. AHTUની ટીમે બાતમીના આધારે જ્યારે સ્પા પર રેડ કરી ત્યારે પકડાઈ જવાની બીકે રાજેશ રઘુવરસિંહ ગભરાઈ ગયા હતા અને બચવાના પ્રયાસમાં ચોથા માળેથી નીચે ઝંપલાવ્યું હતું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ચોથા માળેથી પટકાવાને કારણે રાજેશ રઘુવરસિંહને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા માટે મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત (AD)નો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodara News: અનિયમિત વીજળી અને કેનાલની સફાઈ મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રીને બે પત્ર લખ્યા



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *