લીંબડી-રાજકોટ હાઇવે પરથી કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા:બે પાસે રોયલ્ટી પાસ નહોતા, એકમાં પાસ કરતાં વધુ ખનિજ મળ્યું, મોટર વ્હીકલ એક્ટ હેઠળ ડિટેઇન કર્યા

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પરથી કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર પોલીસે અટકાવ્યા. બે ડમ્પરના ચાલકો પાસે રોયલ્ટી પાસ નહોતા, જ્યારે ત્રીજા ડમ્પરમાં પાસમાં દર્શાવેલી માત્રા કરતાં વધુ કાર્બોસેલ હતું. જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ વહન સામે પોલીસની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન અટકાવવા સૂચના આપી હતી. સુરેન્દ્રનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન હાઇવે પરથી પસાર થતા ત્રણ શંકાસ્પદ ડમ્પરોને રોકીને તપાસવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય ડમ્પરોને જોરાવરનગર પોલીસ સ્ટેશન લઈ જઈ મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ ડિટેઇન કર્યા હતા. ખાણ-ખનિજ વિભાગના કાયદા હેઠળ મેમો આપીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની, જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.જી. ગોહિલ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *