Banaskantha News : દાંતીવાડામાં બુટલેગરોનો આતંક, મેથીપુરા બોર્ડર પર ફિલ્મીઢબે વિદેશી દારૂની હેરાફેરી…

📅 Published: November 18, 2026 | 📂 Category: Crime

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતીવાડા પંથકમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારતી એક ચોંકાવનારી ઘટના બની છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખતી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC – State Monitoring Cell) ની ટીમ જ્યારે વિદેશી દારૂની હેરાફેરી પકડવા માટે રેડ કરવા પહોંચી, ત્યારે બુટલેગરો અને અસામાજિક તત્વોએ પોલીસ ટીમ પર હુમલો (Attack on Police Team) કરી દીધો હતો. આ હુમલામાં એસએમસીનો એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

મેથીપુરા બોર્ડર પાસેથી લક્ઝરી કારોમાં થતો હતો દારૂનો સપ્લાય

પ્રાપ્ત વિગતો અનુસાર, એસએમસીની ટીમને બાતમી મળી હતી કે મેથીપુરા બોર્ડર (Methipura Border) પાસેથી મોંઘીદાટ લક્ઝરી કારો (Luxury Cars) મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમ વોચમાં હતી અને દારૂ ભરેલી કારોનો પીછો કરી રહી હતી. તે દરમિયાન દાંતીવાડાના ડેરી ગામ નજીક પહોંચતા જ બુટલેગરોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસની ગાડી જોઈને દારૂ ભરેલી કારો પૂરપાટ ઝડપે મેથીપુરા તરફ ભાગી છૂટી હતી.

રાજસ્થાન પોલીસની મદદથી સંયુક્ત કાર્યવાહી શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસએમસીની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પાડોશી રાજ્ય રાજસ્થાન પોલીસ (Rajasthan Police) નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની મદદ લઈને સંયુક્ત ઓપરેશન અને તપાસ શરૂ કરવામાં આવી છે. નાસી છૂટેલા કારચાલકો અને બુટલેગરોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન નાકાબંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશન (Dantiwada Police Station) ખાતે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rakotમાં દિવાળી બાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો, મેડિસિન ઓપીડીમાં 550 થી વધુ દર્દીઓની નોંધણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *