મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આશરે એક વર્ષ પહેલાં શહેરની અલગ-અલગ ત્રણ પેઢીઓમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરી તપાસમાં ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર થયા હતા, આ મામલે એડજ્યુડિકેટિંગ ઓફિસરની કોર્ટમાં કેસ ચાલી જતાં તમામ પેઢીઓ અને ઉત્પાદકોને મળીને કુલ રૂ.14 લાખનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે મનપાના ફૂડ ઓફિસર દેવાંગભાઈ જોષીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફૂડ વિભાગ દ્વારા બે કપાસિયા તેલના અને એક પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો, ત્રણેય નમૂના નાપાસ થયા હતા, દેવ સેલ્સ સત્યનારાયણ રોડ કપાસિયા તેલનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં પેઢી અને ઉત્પાદનકર્તા સહિત સંયુક્ત રીતે રૂ.6 લાખનો દંડ કરાયો છે., એલિયા ઓઈલ ડેપો સ્ટેશન રોડ કપાસિયા તેલનો નમૂનો ફેલ થતાં પેઢી તથા ઉત્પાદનકર્તા સહિત તમામને સંયુક્ત રીતે રૂ.6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે સોફ્ટ બી રેસ્ટોરન્ટ વાઘાવાડી રોડ પનીરનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જણાતાં પેઢીને કુલ રૂ.2 લાખનો દંડ કરવામાં આવ્યો છે, નમૂનો લેવાયો ત્યારે આ ભાગીદારી પેઢી કાર્યરત હતી, જોકે હાલમાં આ રેસ્ટોરન્ટ બંધ છે. ફૂડ વિભાગની કાર્યવાહીની પ્રક્રિયા સમજાવતાં ફૂડ ઓફિસરે જણાવ્યું હતું કે, સરકારી લેબોરેટરીમાં નમૂના મોકલ્યા બાદ મુખ્ય બે પ્રકારે કેસ ચાલતા હોય છે જેમાં સબ-સ્ટાન્ડર્ડ સામાન્ય ભેળસેળ જ્યારે ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળ હોય અને તે સબ-સ્ટાન્ડર્ડ જાહેર થાય, ત્યારે તેનો કેસ એડજ્યુડિકેટિંગ કોર્ટ ડી.એમ. શાખામાં ચાલે છે. જેમાં માત્ર દંડાત્મક કાર્યવાહી થાય છે અને દંડ ભર્યા બાદ વેપારીને ધંધો કરવાની છૂટ મળે છે.,અખાદ્ય વસ્તુ જ્યારે ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક એટલે કે અખાદ્ય જાહેર થાય, ત્યારે ફૂડ વિભાગ પોતે ફરિયાદી બનીને સંબંધિત વિસ્તારની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કરે છે, જેમાં દંડ ઉપરાંત જેલની સજાની પણ કડક જોગવાઈ રહેલી છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ત્રણ પેઢીઓ દંડાઈ:કપાસિયા તેલ અને પનીરના નમૂના 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર, બે તેલની પેઢીઓને 6-6 લાખ, જ્યારે વાઘાવાડી રોડની રેસ્ટોરન્ટને પનીરના નમૂના બદલ 2 લાખનો દંડ
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
