Education : ગુજરાતની ખાનગી નર્સિંગ કોલેજોમાં ખાલીખમ બેઠકોનો ભારે દસકો, 52,726 માંથી 38,271 બેઠકો પર એકેય પ્રવેશ નહીં

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય વિવિધ પેરામેડિકલ તથા હેલ્થકેર કોર્સ ચલાવતી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રાજ્યની કુલ 1,090 ખાનગી કોલેજોમાંથી માત્ર 221 ખાનગી કોલેજોમાં જ 50 ટકા કે તેથી વધુ બેઠકો ભરાઈ છે, જ્યારે બાકીની કોલેજોમાં વિદ્યાર્થીઓનો ભારે અકાળ જોવા મળ્યો છે. પ્રવેશ સમિતિ દ્વારા યોજાયેલા છઠ્ઠા રાઉન્ડની પ્રક્રિયા 15 નવેમ્બરે પૂર્ણ થયા બાદ જાહેર થયેલા આંકડા મુજબ, ખાનગી કોલેજોની કુલ 52,726 બેઠકો સામે માત્ર 14,509 વિદ્યાર્થીઓના જ પ્રવેશ થયા છે, જેના કારણે 38,217 જેટલી માતબર બેઠકો ખાલી પડી છે.

184 કોલેજોમાં શૂન્ય એડમિશન

રાજ્યમાં પ્રવેશની સ્થિતિ એટલી કફોડી બની છે કે 184 ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય રહી છે. આ ઉપરાંત, 56 કોલેજોમાં માત્ર 1, 57 કોલેજોમાં 2, 56 કોલેજોમાં 3, 42 કોલેજોમાં 4 અને 33 કોલેજોમાં માત્ર 5 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે. આમ કુલ 428 કોલેજો એવી છે જેને 5 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ મળ્યા છે. માત્ર એક-બે વિદ્યાર્થીના ભરોસે કોલેજો શૈક્ષણિક કાર્ય કઈ રીતે ચલાવશે અને આગામી સમયમાં આ પ્રવેશ રહેશે કે રદ થશે તે મોટો પ્રશ્ન બની ગયો છે.

Gujarat Nursing Admission

વિદ્યાર્થીઓ ન મળવા છતાં નવી કોલેજોનો રાફડો ફાટ્યો

એક તરફ મોટાભાગની ખાનગી કોલેજોમાં બેઠકો ખાલી પડી રહી છે અને શૂન્ય એડમિશનવાળી કોલેજોની સંખ્યા 144 થી વધીને 184 થઈ ગઈ છે, તો બીજી તરફ સરકાર દ્વારા આવી બિનઉપયોગી કોલેજોને બંધ કરવાના બદલે નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ અંદાજે 50 જેટલી નવી કોલેજોને મંજૂરી અપાઈ છે અને 100 જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓની સંખ્યા અને શૈક્ષણિક ગુણવત્તાના પાયાની ચકાસણી કર્યા વગર આડેધડ મંજૂરીઓ અપાતી હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગીરનાર પરિક્રમાને લઈ વન મંત્રીની અપીલ, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લઈ જવા કડક સૂચના


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *