Ahmedabad: AMC ફૂડ વિભાગનો લેબ રિપોર્ટ જાહેર, ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ અને મિક્સ ચવાણામાં નોન-પરમિટેડ કલર મળ્યા

📅 Published: November 18, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા તહેવારોની સિઝન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓનો લેબોરેટરી તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કાલુપુર સ્થિત એચ.એમ. વરખવાલા પેઢીમાંથી લેવાયેલા ચાંદીના વરખ (સિલ્વર લીફ)ના સેમ્પલમાં ચાંદીના બદલે એલ્યુમિનિયમ મળી આવતા તેને ‘અનસેફ’ (અસુરક્ષિત) જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પનીર, મીઠો માવો અને મિક્સ ચવાણાના સેમ્પલ ધારાધોરણ મુજબ ન જણાતા ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર કરાયા છે.

કયા એકમોના ખાદ્યપદાર્થોના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ઠર્યા?

નવેમ્બર મહિનામાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ, દૂધની બનાવટો અને નમકીન સહિતના કુલ 141 શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, તેમજ તેલ અંગે 115 ટી.પી.સી. ટેસ્ટ પણ કરાયા હતા. લેબ તપાસમાં નીચે મુજબના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.વિવેક ચાઈના ટાઉન-લારી, આંબાવાડી ખાતેથી લેવાયેલું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ઠર્યું છે.

મીઠા માવાનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર

પટેલ ચતુરભાઈ શિવરામ, માણેકચોક ખાતેથી લેવાયેલા મીઠા માવાનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયું છે. શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, વટવા ખાતેથી લેવાયેલા મિક્સ ચવાણામાં ‘નોન-પરમિટેડ ફૂડ કલર’નો ઉપયોગ થયો હોવાનું ખૂલતા તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

વેનિલા ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમના નામે વેચનારા સામે થશે કડક કાર્યવાહી

ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં કેટલાક વિક્રેતાઓ ઉત્પાદક પાસેથી ‘વેનિલા ફ્રોઝન ડેઝર્ટ’ ખરીદે છે, પરંતુ ગ્રાહકોને મેનુ, ડિસ્પ્લે બોર્ડ, ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કે બિલમાં ‘વેનિલા આઈસ્ક્રીમ’ તરીકે દર્શાવીને ગેરમાર્ગે દોરે છે. આ પ્રકારે ઉત્પાદનની સાચી ઓળખ છુપાવીને વેચાણ કરનારા લોકો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

રોજિંદી ખાદ્યચીજોના નામે ગ્રાહકોને શું પધરાવાય છે? (ભેળસેળની આશંકા)

ફૂડ વિભાગની તપાસ મુજબ બજારમાં શુદ્ધતાના દાવા વચ્ચે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે. વનસ્પતિ ચરબીવાળું ફ્રોઝન ડેઝર્ટ પધરાવાય છે. વનસ્પતિ ચરબી આધારિત ચીઝ વિકલ્પ અને સ્પ્રેડ અપાય છે. ટામેટો સ્વાદવાળી ચટણી અથવા સ્નેક ટચ-અપ તરીકે લેબલ કરેલું ઉત્પાદન વેચાય છે.શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલ, મધમાં ખાંડની ચાસણી, કેસર તરીકે રંગેલા રેસા, ચાંદીના વરખ તરીકે એલ્યુમિનિયમની પરત અને કાળા મરીમાં સૂકવેલા પપૈયાના બીજની ભેળસેળ થવાની સંભાવના રહેલી છે.

આ પણ વાંચો: Rajula: હિંડોરણા ચોકડી પાસે અકસ્માતમાં ફસાયેલી પ્રસૂતા અને નવજાત બાળકની મદદે દોડ્યા MLA હીરાભાઈ સોલંકી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *