પુતિનને 13 વર્ષમાં 50મી વખત મળ્યા જિનપિંગ:ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું-અમારી મિત્રતા બહુ જૂની; થોડા સમય બાદ ટ્રમ્પ પણ APEC સમિટ માટે ચીન પહોંચશે

📅 Published: November 18, 2026 | 📂 Category: International

ચીનના શેનઝેનમાં APEC સમિટ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ. જિનપિંગે પુતિનને ‘જૂના મિત્ર’ ગણાવતા કહ્યું કે બંનેની આ 50મી વ્યક્તિગત મુલાકાત છે. જિનપિંગના જણાવ્યા અનુસાર, બંને દેશોના સંબંધો દુનિયામાં અનિશ્ચિતતા વચ્ચે સ્થિરતા લાવવાનું કામ કરી રહ્યા છે. બીજી તરફ, પુતિને કહ્યું કે રશિયા અને ચીન ઈચ્છે છે કે એશિયા-પ્રશાંત ક્ષેત્રના દેશો પ્રગતિ કરે અને ખુશ રહે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આજે APEC સમિટમાં સામેલ થવા માટે ચીન પહોંચશે. તેમની જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ પ્રસ્તાવિત છે. બેઠકમાં વેપાર, ટેરિફ, અમેરિકન સોયાબીનની ખરીદી અને રેર અર્થ મિનરલ્સના પુરવઠા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. APEC સમિટ દરમિયાન ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની ત્રિપક્ષીય બેઠકને લઈને પણ ચર્ચા છે. જો આ બેઠક થાય છે, તો દુનિયાની ત્રણ મોટી પરમાણુ શક્તિઓના નેતાઓ એકસાથે બેસશે. જોકે, આ બેઠકની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *