SMAT 2026 : પહેલી મેચમાં અડધી સદી, હવે 44 બોલમાં સદી! 17 વર્ષના ખેલાડીએ મચાવ્યું તોફાન

📅 Published: November 18, 2026 | 📂 Category: cricket

ફિલ્મ થ્રી ઇડિયટ્સનો એક જાણીતો સંવાદ છે કે કાબિલ બનો,સફળતા તમારી પાછળ આવશે.આ વાતને છત્તીસગઢના 17 વર્ષના યુવા ક્રિકેટર વિકલ્પ તિવારીએ સાચી સાબિત કરી છે. સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2026માં વિકલ્પે પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.ખાસ વાત એ છે કે વિકલ્પે આ ટૂર્નામેન્ટમાં માત્ર ખેલાડી તરીકે જ નહીં,પરંતુ ટીમના કેપ્ટન તરીકે T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.હવે તેણે પોતાની કારકિર્દીની ત્રીજી T20 મેચમાં જ ધમાકેદાર સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

17 વર્ષની ઉંમરે કેપ્ટન બન્યો વિકલ્પ તિવારી

માત્ર 17 વર્ષની ઉંમરે ટીમની કેપ્ટનશિપ સંભાળવી અને તેની સાથે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરવું સરળ નથી.જોકે,વિકલ્પ તિવારીએ આ પડકારને સારી રીતે પાર પાડ્યો છે.સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026માં છત્તીસગઢની ટીમની કમાન વિકલ્પના હાથમાં સોંપવામાં આવી છે.ટૂર્નામેન્ટની શરૂઆતથી જ તેણે પોતાની પ્રતિભા સાબિત કરી છે.પ્રથમ જ મેચમાં T20 ડેબ્યૂ કરતાં તેણે અડધી સદી ફટકારી હતી.ત્યારબાદ પણ તેણે પોતાની લય જાળવી રાખી હતી.હવે કારકિર્દીની ત્રીજી T20 મેચમાં જ સદી ફટકારીને તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.

Vikalp Tiwari Century

44 બોલમાં ફટકારી તોફાની સદી

ઓડિશા સામેની મેચમાં વિકલ્પ તિવારીએ આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 44 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 15 ચોગ્ગા અને 3 છગ્ગા જોવા મળ્યા હતા.વિકલ્પની આ સદી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026ની ત્રીજી સદી હતી.આ તેની T20 કારકિર્દીની પ્રથમ સદી પણ છે. આટલી નાની ઉંમરે અને પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ આ પ્રકારનું પ્રદર્શન કરવું તેની પ્રતિભા દર્શાવે છે.

ડેબ્યૂ મેચમાં પણ ફટકારી હતી અડધી સદી

વિકલ્પ તિવારીએ પોતાની પ્રથમ T20 મેચમાં જ અડધી સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ વાત એ છે કે આ મેચમાં તે છત્તીસગઢની કેપ્ટનશિપ પણ કરી રહ્યો હતો.હવે ત્રીજી T20 મેચમાં સદી ફટકારીને તેણે સાબિત કર્યું છે કે તે માત્ર કેપ્ટનશિપની જવાબદારી જ નહીં,પરંતુ બેટિંગમાં પણ ટીમ માટે મોટું યોગદાન આપી શકે છે.

કોણ છે વિકલ્પ તિવારી?

વિકલ્પ તિવારી છત્તીસગઢનો 17 વર્ષનો યુવા ક્રિકેટર છે.સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026માં તેને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.T20 ડેબ્યૂમાં અડધી સદી અને ત્યારબાદ ત્રીજી મેચમાં સદી ફટકારીને તેણે ભારતીય સ્થાનિક ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી છે.હવે ક્રિકેટપ્રેમીઓની નજર આ યુવા ખેલાડીના આગામી પ્રદર્શન પર રહેશે.જો વિકલ્પ આ જ પ્રકારનું પ્રદર્શન ચાલુ રાખશે તો ભવિષ્યમાં ભારતીય ક્રિકેટમાં તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી શકાય છે.

આ પણ વાંચો- Jacob Bethell : સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર, હવે IPL 2027માં પણ નહીં રમે આ ખેલાડી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *