જૂનાગઢ પરિક્રમાને લઈ રાજકોટ એસટી ડિવિઝન સજ્જ:રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી અઠવાડિયું 60 એક્સ્ટ્રા બસ મૂકાઈ

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢની પવિત્ર લીલી પરિક્રમામાં જોડાતા હોય છે. પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની વધતી અવરજવર અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી ડિવિઝન દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 18 થી 24 નવેમ્બર સુધી કુલ 60 એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. રાજકોટ એસટી ડિવિઝનમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પરિક્રમામાં ભાગ લેવા જતા હોવાથી એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું આયોજન કરાયું છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળ કુલ 9 ડેપો કાર્યરત છે. આ તમામ ડેપો મારફતે યાત્રાળુઓની અવરજવર અને મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પરિક્રમાના દિવસો દરમિયાન ખાનગી વાહનોમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓની સાથે એસટી બસમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે ત્યારે મુસાફરોને બસ માટે લાંબી રાહ જોવી ન પડે અને સરળતાથી જૂનાગઢ પહોંચી શકે તે હેતુથી એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 18થી 24 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવનારી 60 એક્સ્ટ્રા બસના કારણે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને જૂનાગઢ જવા-આવવામાં વધુ સુવિધા મળશે. પરિક્રમાના પર્વને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલું આ આયોજન યાત્રાળુઓ માટે રાહતરૂપ બની રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *