MS Dhoni IPL Retirement : ગ્રાઉન્ડમાં નહીં પણ આ રીતે થયું MS ધોનીનું રિટાયર્મેન્ટનું સેલીબ્રેશન, વાયરલ થયા Photos

📅 Published: November 18, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ ખાસ અંદાજમાં તેની ઉજવણી કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીએ પોતાના નજીકના મિત્રો સાથે કેક કાપીને નિવૃત્તિની ખુશી વહેંચી હતી. આ ઉજવણીનો વીડિયો ચેન્નાઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.ધોનીએ 17 નવેમ્બરે IPLમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.જોકે,ક્રિકેટ સાથેનો તેમનો સંબંધ હજુ પૂરો થયો નથી. આગામી IPL 2027માં તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

કેક પર લખ્યો હતો ખાસ સંદેશ

ધોનીએ પોતાના ખાસ મિત્રો સાથે નિવૃત્તિની ઉજવણી કરી હતી.આ પ્રસંગે લાવવામાં આવેલા કેક પર એક ભાવુક સંદેશ લખવામાં આવ્યો હતો.કેક પર લખ્યું હતું.માહી ભૈયા,અમને આટલી બધી ખુશીઓ આપવા બદલ તમારો આભાર.ભગવાન તમને હંમેશાં ખુશ રાખે.ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીના કેક કાપતા સમયનો વીડિયો પણ શેર કર્યો છે.વીડિયોમાં ધોની પોતાના મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળે છે.કેક કાપ્યા બાદ તેમણે સૌને કેક ખવડાવ્યું હતું.આ દરમિયાન તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે,તમે બધા મને કેક ખવડાવતા નહીં.

નિવૃત્તિ બાદ પણ CSK સાથે રહેશે ધોની

ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સંબંધ ઘણો ખાસ રહ્યો છે.IPLની શરૂઆતથી જ તેઓ આ ટીમ સાથે જોડાયેલા છે. તેમની કેપ્ટનશિપમાં CSKએ પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો છે.ધોનીએ નિવૃત્તિની જાહેરાત બાદ ચેન્નાઈ સાથેની પોતાની સફરની યાદો દર્શાવતો એક ભાવુક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે નિવૃત્તિની ઉજવણીનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે.IPL 2027માં ધોની ખેલાડી તરીકે નહીં, પરંતુ માર્ગદર્શક તરીકે ટીમ સાથે જોડાશે. આ રીતે તેમનો CSK સાથેનો સંબંધ આગળ પણ જળવાઈ રહેશે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ધોનીના આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.ખાસ કરીને મિત્રો સાથેનો તેમનો મસ્તીભર્યો અંદાજ લોકોને ગમી રહ્યો છે.ચાહકો આ વીડિયો અને તસવીરોને સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે.મેદાન પર શાંત સ્વભાવ માટે જાણીતા ધોનીનો આ મસ્તીભર્યો અંદાજ ફરી એકવાર ચાહકોના દિલ જીતી રહ્યો છે

આ પણ વાંચો- Evergreen Song : 50 વર્ષ જૂનું ગીત બન્યું MS Dhoniનું વિદાય એન્થમ, ઇન્ટરનેટ પર છવાયું સદાબહાર ગીત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *