શહેરની એમ.એસ.યુનિ. હવે રમત-ગમત ક્ષેત્રે પશ્ચિમ ભારતના અગ્રણી કેન્દ્ર તરીકે ઊભરી આવવા સજ્જ બની છે. યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ્ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા રમત-ગમત સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે રૂા.24 કરોડની વહીવટી બજેટ જોગવાઈ સાથેનું મહત્ત્વાકાંક્ષી આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ ચારેય પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂા.20થી રૂા.26.75 કરોડ આંકવામાં આવી છે. જે અંતર્ગત વર્લ્ડ એથ્લેટિક્સ સ્ટાન્ડર્ડનો 400 મીટર 8-લેન સિન્થેટિક ટ્રેક, હોકી માટે FIH સર્ટિફાઇડ વોટર-બેઝ્ડ સિન્થેટિક એસ્ટ્રોટફ્ર્, સેન્ટ્રલાઇઝ્ડ AC મલ્ટિપર્પઝ હોલ અને સ્વિમિંગ પૂલનું ટૅક્નિકલ આધુનિકીકરણ જેવા ચાર મુખ્ય સંકુલનું આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ નવસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચારેય મેગા પ્રોજેક્ટ સાકાર થવાથી BPES અને PGDHF ના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ પ્રેક્ટિકલ તાલીમ મળશે તેમજ સ્પોર્ટસ સાયન્સમાં રિસર્ચ વધશે. આ ઉપરાંત MSUને AIU નેશનલઇન્ટર-યુનિ. ચેમ્પિયનશિપની યજમાનીની તકનો માર્ગ મોકળો થશે.
Vadodara : MSU પેવેલિયનનો રૂપિયા 24 કરોડના ખર્ચે વૈશ્વિક સ્પોટ્ર્સ હબ તરીકે કાયાકલ્પ કરાશે
📅 Published: November 18, 2026 |
📂 Category: Baroda
