બાળકને ભૂખ લાગી અને તેણે ખાવાની જગ્યાએ ચિપ્સનું પેકેટ માંગી લીધું. ક્યારેક પિઝ્ઝા ખાવાની જીદ, તો ક્યારેક ટિફિનમાં દરરોજ કંઈક નવું અને ચટપટું રાખવાની ફરમાઈશ. માતા-પિતા બાળકની જીદ સામે ઝૂકી જાય છે. ધીમે-ધીમે બાળકોને તેની લત લાગી જાય છે. આખરે બાળકોને જંક ફૂડ એટલું શા માટે પસંદ આવે છે? તેનું એક કારણ તેનો સ્વાદ છે. ચિપ્સ, પિઝ્ઝા, બર્ગર અને ચોકલેટમાં ખાંડ અને ફેટનું એવું સંયોજન હોય છે, જે ખોરાકને સ્વાદિષ્ટ હોવાની સાથે એડિક્ટિવ પણ બનાવે છે. પરંતુ જંક ફૂડ ખૂબ જ નુકસાનકારક પણ છે. તેના કારણે નાની ઉંમરે જ બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આવામાં સૌથી મહત્વનો સવાલ એ છે કે બાળકોને જંક ફૂડથી કેવી રીતે બચાવવાં. તેથી આજે ‘કામના સમાચાર’માં વાત કરીશું જંક ફૂડના વ્યસન વિશે. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. બિલાલ ખાન, સિનિયર કન્સલ્ટન્ટ, પીડિયાટ્રિક મેડિસિન અને પીઆઈસીયુ, નારાયણા હોસ્પિટલ, ગુરુગ્રામ અને દિલ્હી સવાલ- બાળકો જંક ફૂડ તરફ એટલા આકર્ષિત કેમ થાય છે? જવાબ- તેની પાછળ અનેક કારણો હોય છે. તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- માતા-પિતાની કઈ ભૂલોને કારણે બાળકો જંક ફૂડ તરફ વધુ આકર્ષાય છે? જવાબ- બાળકોની ખાવાની પસંદગી મોટાભાગે ઘરના વાતાવરણ અને માતા-પિતાની આદતોથી બને છે. તેઓ મોટાઓને જોઈને શીખે છે અને ધીમે-ધીમે એ જ આદતો અપનાવવા લાગે છે. આવી સ્થિતિમાં પેરેન્ટ્સની કેટલીક નાની-નાની ભૂલો બાળકોને જંક ફૂડના આદી બનાવી શકે છે. જેમ કે, વારંવાર જંક ફૂડ આપવું, દરેક જીદ પૂરી કરવી અથવા સારા વર્તનના બદલામાં ચોકલેટ આપવી. આવી ભૂલોથી બચવું જરૂરી છે. સવાલ- જંક ફૂડથી બાળકોના સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? જવાબ- જંક ફૂડમાં સામાન્ય રીતે મીઠું, ખાંડ અને અનહેલ્ધી ફેટનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે જરૂરી પોષક તત્ત્વો નહિવત્ હોય છે. તેનું નિયમિત અને વધુ પડતું સેવન બાળકોના વજન, દાંત, પાચન અને મેટાબોલિક હેલ્થ પર અસર કરી શકે છે. તેના તમામ નુકસાન ગ્રાફિકમાં જુઓ- સવાલ- બાળક જંક ફૂડ ખાવા માટે જીદ કરે તો શું કરવું? જવાબ- આવી સ્થિતિમાં ગુસ્સો કરવાને બદલે અથવા તરત જ તેની માંગણી સ્વીકારવાને બદલે ધીરજથી કામ લો. બાળકને પ્રેમથી સમજાવો કે દરરોજ જંક ફૂડ ખાવું યોગ્ય નથી. તેની પસંદગીને સંપૂર્ણપણે નકારવાને બદલે અન્ય વિકલ્પો આપો. શું કરવું? શું ન કરવું? સવાલ- બાળકોને જંક ફૂડથી દૂર કેવી રીતે રાખવા? જવાબ- માત્ર બાળકને સમજાવવાથી જંક ફૂડ ખાવાની આદત બદલાશે નહીં. તેના માટે ઘરમાં પણ કેટલાક ફેરફાર કરવા પડશે. જંક ફૂડની ઉપલબ્ધતા ઓછી કરો અને બાળકો સામે હેલ્ધી વિકલ્પો રાખો. તેના માટે- સવાલ- બાળકોને હેલ્ધી ફૂડ હેબિટ્સ કેવી રીતે શીખવવી? જવાબ- બાળકોમાં હેલ્ધી ફૂડ હેબિટ્સ વિકસાવવા માટે તેમને નાની ઉંમરથી જ ખાવાની યોગ્ય રીતો શીખવવી જરૂરી છે. આ માટે માતા-પિતા પોતે ઉદાહરણ બને અને બાળકોને ખાવા સાથે જોડાયેલી નાની-નાની પ્રવૃત્તિઓમાં સામેલ કરે. સવાલ- ખાવા-પીવાને લઈને કોઈ ઇનામ કે સજા રાખવી કેટલી યોગ્ય છે? જવાબ- ખાવા-પીવાને ઇનામ કે સજા બનાવવું યોગ્ય નથી, કારણ કે તેનાથી બાળકોનો ભોજન સાથેનો સ્વસ્થ સંબંધ પ્રભાવિત થઈ શકે છે. તેના નુકસાન શું કરવું? સવાલ- શું બાળકોને શોપિંગ અને કિચન પ્રવૃત્તિઓમાં સામેલ કરવાથી મદદ મળે છે? જવાબ- હા, બિલકુલ. બાળકોને કરિયાણાની ખરીદી અને રસોડાની પ્રવૃત્તિઓમાં સામેલ કરવું સ્વસ્થ ખાવાની આદતો વિકસાવવાનો એક અસરકારક માર્ગ માનવામાં આવે છે. ખરીદીના ફાયદા રસોડાની પ્રવૃત્તિઓના ફાયદા ઉંમર અનુસાર જવાબદારીઓ આપો સવાલ- ઘરમાં કઈ હેલ્ધી વસ્તુઓ હંમેશાં ઉપલબ્ધ રાખવી જોઈએ? જવાબ- જ્યારે ઘરમાં પૌષ્ટિક વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હશે, ત્યારે બાળકોને જંક ફૂડની જગ્યાએ હેલ્ધી નાસ્તો આપવાનું સરળ બનશે. આ માટે કિચનમાં આ વસ્તુઓ હંમેશાં રાખો- સવાલ- બાળકો માટે જંક ફૂડના હેલ્ધી વિકલ્પો શું હોઈ શકે? જવાબ- બાળકોને જંક ફૂડથી દૂર રાખવા માટે તેમની પસંદનો સ્વાદ સંપૂર્ણપણે છીનવી લેવાની જરૂર નથી. બસ, ખોરાકમાં થોડા ફેરફાર કરીને એ જ વસ્તુઓના પૌષ્ટિક વિકલ્પો આપી શકાય છે. તેનાથી બાળકોને પસંદનો સ્વાદ પણ મળશે અને શરીરને જરૂરી પોષક તત્ત્વો પણ મળશે, જેમ કે- ……………………… ગ્રાફિક- અજીત સિંહ
પિઝા-બર્ગર ખાવાની આદત કેવી રીતે છોડાવવી?:તમારા બાળકને નાની ઉંમરે માયકાંગલું કરી દેશે; જંક ફૂડના 10 હેલ્ધી ઓપ્શન ને હેલ્ધી ઈટિંગની 13 ટિપ્સ
📅 Published: November 19, 2026 |
📂 Category: Lifestyle
