India vs Pakistan વચ્ચે ફરી મહાજંગ! જાણો ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે મેચ

📅 Published: November 20, 2026 | 📂 Category: cricket

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની શરૂઆત થઈ ચૂકી છે આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે.ભારતીય A ટીમની કમાન તિલક વર્માને સોંપવામાં આવી છે, જ્યારે રિંકુ સિંહને ઉપકેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે.ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ આજે નેપાળ સામે છે. જોકે, ક્રિકેટ ચાહકોને સૌથી વધુ રાહ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાની છે.બંને ટીમો 22 નવેમ્બરે આમનેસામને આવશે.આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.

આજે ભારત Aની પહેલી મેચ નેપાળ સામે

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ભારતીય A ટીમ પોતાની પહેલી મેચ નેપાળ સામે રમશે.આ મુકાબલો આજે દોહામાં રમાશે.ભારતીય ટીમની કમાન તિલક વર્માના હાથમાં છે.બીજી તરફ નેપાળની સિનિયર ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહી છે.ભારત Aની ટીમમાં અભિષેક શર્મા,વૈભવ સૂર્યવંશી, રિંકુ સિંહ અને તિલક વર્મા જેવા જાણીતા ખેલાડીઓ સામેલ છે.નેપાળ સામેની મેચ બાદ ભારતીય ટીમનો સામનો પાકિસ્તાન સામે થશે. આ મુકાબલાને લઈને અત્યારથી જ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

22 નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

ભારત A અને પાકિસ્તાન A વચ્ચે 22 નવેમ્બર,રવિવારે મહામુકાબલો રમાશે.આ મેચ કતારના દોહા સ્થિત વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.આ 50 ઓવરની મેચ હોવાથી તેનો અંત રાત્રે અંદાજે 10:30 વાગ્યા સુધી થઈ શકે છે.જોકે,વરસાદ અથવા અન્ય વિક્ષેપને કારણે સમયમાં ફેરફાર થઈ શકે છે.તાજેતરમાં અંડર-19 એશિયા કપમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.જેમાં ભારતે છેલ્લી ઓવરના છેલ્લા બોલે એક વિકેટથી જીત મેળવી હતી.હવે ફરી એકવાર બંને દેશોની ટીમો ક્રિકેટના મેદાન પર ટકરાશે.

ભારત Aની સંપૂર્ણ ટીમ 

તિલક વર્મા (કેપ્ટન),અભિષેક શર્મા,વૈભવ સૂર્યવંશી,આયુષ બદોની,રિંકુ સિંહ,કુમાર કુશાગ્ર (વિકેટકીપર),શાહબાઝ અહેમદ,સૂર્યાંશ શેડગે,વિપ્રજ નિગમ,હર્ષિત રાણા,પ્રિન્સ યાદવ,તનુષ કોટિયન,હર્ષ દુબે,પ્રભસિમરન સિંહ,અર્શદ ખાન

આ પણ વાંચો – KL Rahul Record: જે સેહવાગ પણ ન કરી શક્યા તે રાહુલે કરી બતાવ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *