હોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ ક્રિસ્ટોફર નોલનની ઓડેસીને કહેવામાં આવે છે. આ ફિલ્મના વર્લ્ડવાઇડ કલેક્શન જેટલી કમાણી એક ગેમે એક જ રાતમાં કરી લીધી. એટલું જ નહીં આ ગેમ રમવા માટે અમેરિકન્સને રજા આપવી પડી જેના લીધે તેમની ઈકોનોમીને 1 બિલિયન ડોલરનો ફટકો પડ્યો છે. આ ગેમ બનાવવામાં જેટલો ખર્ચ થયો એટલી રકમથી ત્રણ-ત્રણ સ્ટેચ્યુ ઓફ યૂનિટી બની જાય. જો બુર્ઝ ખલીફા બનાવવી હોય તો એ પણ બની જાય. આ ગેમ એટલે GTA-6. જેણે આખી દુનિયા ગાંડી કરી છે. પણ શું તમને ખબર છે કે આ ગેમ બનાનાર ભેજામાં અમેરિકન્સ કરતાં ભારતીયો વધુ છે? આ ગેમ સાથે ભલે તમને કોઇ લેવાદેવા નહીં હોય છતાં એ તમારી સાથે જોડાયેલી છે. આજે શુક્રવાર છે તો આવા જ હળવા ટોપિક પર વાત કરીએ. નમસ્કાર… જીટીએ સિક્સ લોન્ચ થયાનો આજે બીજો દિવસ છે. આ ગેમ કોમ્પ્યુટરમાં આવવાની બાકી છે, હાલ પૂરતી પ્લે સ્ટેશન ફાઈવ અને એક્સબોક્સ પર આવી ગઈ છે. ભારતમાં આ ગેમની કિંમત 5 હજાર 99થી 7 હજાર 499 છે. આ આખી ગેમ બે ગુનાખોર કેરેક્ટરની લાઈફ આસપાસ ઘૂમે છે, નામ છે લુસિયા અને જેસન. આપણને ભલે રસ ન હોય પણ આ ગેમને અલગ લેન્સથી જોઈએ પણ જો તમે આટલું વાંચીને તમને કંટાળો આવી ગયો હોય તો તમે ભૂલો છો કે દુનિયાભરની યુવા વસ્તી શા માટે આ ગેમ પાછળ પાગલ છે. આપણે નોકિયા નથી બનવું કે જેણે અપડેટ ન રહીને પોતાનું સામ્રાજ્ય ગુમાવી દીધું, આપણે એડિટર્સ વ્યૂમાં સતત નવી-નવી માહિતીઓ જાણતા રહેવું છે. આ એક એવા સમાચાર કે ઘટના છે જેમાં સામાન્ય માણસોને રસ ન પડે પણ આપણે એડિટર્સ વ્યૂમાં આ ગેમને માત્ર ગેમિંગ ઈન્ડસ્ટ્રી પૂરતી સિમિત રાખીને નથી જોવી, આપણે આ ગેમની સાથે ઈકોનોમી, સાયકોલોજી અને કેવી રીતે લોકો રિયલ દુનિયાથી છટકબારી શોધે છે તે લેવલે લઈ જઈશું. ને આ વાત કરવી એટલા માટે પણ બને કે માત્ર એક ગેમે મોટા-મોટા ઈકોનોમિસ્ટ અને ફિલ્મ સ્ટૂડિયોના માલિકોને પણ વિચારતા કરી દીધા છે. મહાકાય ફિલ્મની કમાણી કમાણી એક જ રાતમાં વટાવી આંકડાઓની વાત કરીએ તો હજુ સુધી ગેમ બનાવનાર કંપની રોકસ્ટાર ગેમ્સે કોઈ ઓફિશિયલ માહિતી નથી આપી. પણ માર્કેટ ઈન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરનો અંદાજ કહે છે કે લોન્ચની સવાર સુધીમાં જ જીટીએ સિક્સની અંદાજે 1 કરોડ 91 લાખ કોપી વેચાઈ ચૂકી હતી અને કમાણી લગભગ 1.84 બિલિયન ડોલરને પાર પહોંચી ગઈ હતી. આ આંકડાની મહાનતા કંઈક એવી રીતે સમજી શકાય કે ક્રિસ્ટોફર નોલાનની મહાકાય ફિલ્મ ધ ઓડિસીએ આખી દુનિયાના થિયેટરોમાંથી કૂલ 1.805 બિલિયન કમાયા હતા. આટલો આંકડો તો આ એક ગેમે એક જ સવારમાં પછાડી દીધો છે. અમેરિકાની ઈકોનોમીને એક દિવસમાં $1 બિલિયનનું નુકસાન જીટીએ સિક્સના વાવાઝોડાની અસર ડિજિટલ દુનિયા પૂરતી સીમિત નથી રહી, તેની સીથી થપાટ અસલી દુનિયાની ઓફિસો પર પણ પડી. અમેરિકામાં લોન્ચના દિવસે કર્મચારીઓએ એટલી બધી રજાઓ મૂકી કે ઈકોનોમિસ્ટના અંદાજા મુજબ, કામના કલાકો ઘટવાથી અમેરિકન અર્થતંત્રને લગભગ 1 બિલિયન ડોલરનું નુકસાન થયું હોય શકે છે. આ વાવાઝોડામાં ભારત પણ ઝપેટાયું, એક બાજુ લોન્ચના દિવસે ભારતમાં પોલિટિકલ ટ્વીટ્સથી લઈને બ્લિન્કિટ જેવી ક્વિક કોમર્સ એપ પર 10 જ મિનિટમાં ગેમ ડિલિવરીના પ્રમોશન ચાલતા રહ્યા તો બીજી બાજુ પડદા પાછળ એક એવી હકિકત સામે આવી છે જે જાણીને ભારતીય તરીકે તમને ગર્વ થશે. GTA સિક્સ બનાવવામાં ભારતીય ડેવલપર્સનો સૌથી વધુ પરસેવો તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની આ સૌથી મોટી વર્ચ્યુઅલ દુનિયા બનાવવામાં કોઈ પણ દેશ કરતાં ભારતનો ભાગ સૌથી મોટો છે. બેંગલુરુમાં બેઠેલા રોકસ્ટાર ઈન્ડિયાના અંદાજે 1 હજાર 615 ભારતીય ડેવલપર્સે આ ગેમના પાયા નાખ્યા છે, જ્યારે ખુદ અમેરિકાના સ્ટુડિયોમાં આ સંખ્યા 1 હજાર 441 જ હતી. તો હવે સવાલ થાય કે આખરે એક વીડિયો ગેમ પાછળ દુનિયા આટલી ગાંડી ગેમ થઈ? અને સૌથી મોટો વિવાદ એ છે કે રોકસ્ટારે લોકોને પૂરા 13 વર્ષ સુધી કેમ રાહ જોવડાવી? શું ખરેખર આ જ કારણ હતું કે આ ગેમની પાછળ કોઈ અબજો ડોલરની ગેમ રમાઈ રહી હતી? તો ચાલો આ સવાલોનો પણ કોયડો ઉકેલીએ. 13 વર્ષની રાહ અને 6 વર્ષની તનતોડ મહેનત લોકો કહે છે કે આ ગેમ પાછળ અમે 13 વર્ષ રાહ જોઈ. તો શું રોકસ્ટાર ગેમ્સ 13 વર્ષથી ગેમ બનાવી રહ્યું હતું? ના હકીકત સાવ અલગ છે. રોકસ્ટારે પહેલા 2018માં રેડ ડેડ રિડેમ્પશન ટુ પૂરી કરી અને પછી 2020માં જીડીએ સિક્સનું પ્રોડક્શન શરૂ કર્યું. તો પછી કંપની આટલો લાંબી રાહ કેમ જોવડાવી શકે? ત્યાં સુધીમાં તો લોકો ગેમને ભૂલી ન જાય? કારણ કે રોજ ઢગલા મોઢે ગેમ્સ આવે છે. તો જવાબ છે જીટીએ સિક્સમાં એવું એટલા માટે ન થયું કારણ કે તે ઓનલાઈન પણ અવેલેબલ હતી. લીક થયેલા ઈન્ટરનલ ડેટા મુજબ, આ જૂની ગેમ રોકસ્ટારને રોજના અંદાજે 1.3 મિલિયન એટલે કે વર્ષે લગભગ 500 મિલિયન ડોલર કમાવીને આપતી હતી રોકસ્ટારે જૂની GTAથી કેટલી કમાણી કરી? 2014થી 2024 વચ્ચે ખાલી વર્ચ્યુઅલ કરન્સી શાર્ક કાર્ડ્સ વેચીને રોકસ્ટાર ગેમ્સે 5 બિલિયન ડોલરથી વધુની કમાણી કરી હતી અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ આખું અબજોનું સામ્રાજ્ય ખાલી 4 ટકા ખેલાડીઓના ખર્ચ પર જ ટકેલું હતું. રોકસ્ટારે કોઈ સેન્ટ્રલ બેંકની જેમ આ વર્ચ્યુઅલ અર્થતંત્ર ચલાવ્યું અને એ જ પૈસામાંથી અંદાજે 1 બિલિયન ડોલરથી વધુના બજેટમાં GTA VI તૈયાર કરી. ગેમિંગ ઈન્ડસ્ટ્રી ટાઈમપાસ નહીં, રોજીરોટી પણ ચાલો હવે આ ગેમની વાતને એક સ્ટેપ ઉપર લઈ જઈએ. આપણે હજુ પણ વીડિયો ગેમ્સને બાળકો માટેનો ટાઈમ પાસ માનીએ છીએ. પણ ન્યૂઝૂના આંકડા કહે છે કે 2026ના અંત સુધીમાં 3.7 અબજ ખેલાડીઓ સાથે ગ્લોબલ ગેમિંગ બજાર 213.9 બિલિયનને આંબી જવાની ધારણા છે. ટૂંકમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રી ટાઈમપાસ નથી પણ બહુ મોટી રોજી રોટી અને ઈકોનોમી છે. ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીથી ગેમિંગ માર્કેટ ત્રણ ગણી મોટું આ આંકડાને કંઈક ફિલ્મ અને સંગીતના ઉદાહરણથી સમજી શકાય. 2025માં આખી દુનિયાનું ફિલ્મ બોક્સ ઓફિસ 33.55 બિલિયન અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી 31.7 બિલિયનની હતી. મતલબ કે ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી બંને ભેગી કરીએ તો પણ એકલું ગેમિંગ માર્કેટ તેના કરતાં ત્રણ ગણાથી વધુ મોટું છે. 21મી સદીમાં 100માંથી 99 સ્કોર મેળવનાર એકમાત્ર ગેમ GTA સિક્સ GTA VIએ પોતાની ગેમથી માત્ર પૈસા જ નથી કમાવ્યા પણ ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ક્વોલિટીનો પણ ઈતિહાસ રચ્યો છે. મેટાક્રિટિક પર ક્રિટિક્સે તેને 100માંથી 99 સ્કોર આપ્યો છે. 21મી સદીમાં આટલો મોટો સ્કોર મેળવનાર આ એકમાત્ર ગેમ છે. જેની સીધી અસર હાર્ડવેર બજાર પર પડી. સોનીના પ્લેસ્ટેશન ફાઈવનું વેચાણ 22 ગણું વધી ગયું અને કૂલ પ્રી ઓર્ડર્સમાં 75 ટકા હિસ્સો એકલા પીએસ ફાઈવનો રહ્યો. પીએસ ફાઈવ એક બોક્સ જેવું સાધન છે જેનાથી કોઈ ગેમ રમી શકાય છે. ભારતમાં 100 ગેમર્સમાંથી 49 તો મહિલાઓ હવે આપણે ભારતની વાત કરીએ. 51.1થી 55.5 કરોડ ગેમર્સ સાથે ભારત ચીન પછી દુનિયાનું બીજું સૌથી મોટું માર્કેટ છે, છતાં રોકસ્ટારે અહીં કોઈ મોટું માર્કેટિંગ કેમ્પેન નહોતું ચલાવ્યું. કેમ? કારણ કે ભારતના ખિસ્સાનું ગણિત અલગ છે. ભારતનું 84.16 ટકા ગેમિંગ માર્કેટ મોબાઈલ પર ટકેલું છે અને અહીં એક ખેલાડી દર વર્ષે એવરેજ લગભગ 170 રૂપિયા ખર્ચે છે. જેની સામે GTA VIની કિંમત 5,999થી 7,499 છે અને તે હજુ મોબાઈલ કે પીસી પર તો આવી જ નથી. છતાં ભારતમાં બે મોટા ફેરફારો આપણને જોવા મળ્યા. હવે દેશના કૂલ ગેમર્સમાં 49 ટકા મહિલાઓ છે અને 84.6 ટકા ગેમર્સ પેમેન્ટ કરવા માટે યુપીઆઈનો ઉપયોગ કરે છે. ને આ આંકડા તો કશું જ નથી. અસલી રમત તો પડદા પાછળ ચાલી રહી છે જ્યાં આ વર્ચ્યુઅલ શહેર અસલી દુનિયાની સેલ્ફ ડ્રાઈવિંગ કારને પણ ટ્રેનિંગ આપી રહ્યું છે, અને એક એવો સવાલ પણ ઉભો થાય છે કે શું ભારત ક્યારેય જીટીએ કે એવરેજ લેવલની પોતાની ગેમ બનાવશે કે બનાવી શકશે? ચાલો હવે તેની પણ વાત કરી લઈએ.… GTAથી એક્સિડન્ટ કેવી રીતે ઓછા થયા? મોટા ભાગના લોકો GTA VIને એક ગુનાખોરીવાળી ગેમ સમજે છે પણ પડદા પાછળ જે ચાલી રહ્યું છે તે તમે જાણશો તો ચોંકી જશો. આ વર્ચ્યુઅલ દુનિયા હવે અસલી દુનિયાની સેલ્ફ ડ્રાઈવિંગ કાર અને રોબોટિક્સ માટેની સૌથી મોટી લેબોરેટરી બની ગઈ છે. કેવી રીતે? તો ભાઈ અસલ રસ્તાઓ પર એક્સિડન્ટ્સનો ડેટા ભેગો કરવો મોંઘો અને ખતરનાક છે. એટલે સાઈન્ટિસ્ટ્સે GTA Vની મદદ લીધી. 2016ના પ્લેઈંગ ફોર ડેટા રિસર્ચમાં માત્ર 49 કલાકમાં ગેમમાંથી 24 હજાર 966 હાઈ રિઝોલ્યુશન ઈમેજીસનો ડેટા કાઢવામાં આવ્યો, GTA Vની વર્ચ્યુઅલ તસવીરોથી AIને રસ્તા, કાર અને રાહદારીઓ ઓળખતાં શીખવાયું, એટલે રિયલ દુનિયાની માત્ર 1/3 લેબલ કરેલી તસવીરો વાપરીને પણ વધુ સારી ચોકસાઈ મેળવી શકાઈ. આનાથી AIની ચોકસાઈ વધી અને રસ્તા પર મોંઘા ડેટાની જરૂરિયાત ત્રણ ગણી ઘટી ગઈ. બીજી એક જીટીએ ક્રેશ નામની સ્ટડીમાં તો એક જ કોમ્પ્યુટર પર 72 કલાકમાં 7 હજાર 720 એક્સિડન્ટ્સના દ્રશ્યોનો ડેટા તૈયાર કરાયો.આ ડેટાથી AIને અકસ્માત થવાની થોડી સેકન્ડ પહેલાં જ જોખમી વાહન ઓળખતાં શીખવાયું, જેથી ભવિષ્યમાં કાર ડ્રાઇવરને વોર્ન કરી શકાય અથવા આપમેળે બ્રેક લગાવી શકે. હવે વિચારો GTA VIમાં જ્યાં 6 લાખ જેટલા NPC એનિમેશન્સ અને અસલી જેવું હવામાન છે, ત્યાં 2027માં તેનું પીસી વર્ઝન આવશે ત્યારે તે AIની રિસર્ચ માટે કેટલી મોટી સોનાની ખાણ બનશે? ગેમની ગુનેગારી લોકોમાં ગુનેખારી વધારે છે? હવે જાણીએ કે શું GTA VI જેવી ગેમ્સ યુવાનોને ગુનેગાર બનાવે છે કે હિંસક બનાવે છે? ઓક્સફર્ડ યુનિવર્સિટીના 2019 અને અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન 2020ના ડેટા કહે છે કે અસલી લાઈફની હિંસાનો દોષ વીડિયો ગેમ્સ પર થોપવો એ સાઈન્ટિફિક રીતે ખોટું છે. ઉલ્ટાનું ઈકોનોમિસ્ટનો વોલન્ટરી ઈનકેપેસિટેશનની સ્ટડી કહે છે કે જ્યારે યુવાનો કલાકો સુધી ગરમાં બેસીને ગેમ રમે છે ત્યારે તેઓ બહારની શેરીની હિંસાથી દૂર રહે છે. જેના કારણે અસલ ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે અસલી ખરતો હિંસાનો નહીં પણ લતનો છે. 2024નો એક મેટા-એનાલિસિસનો ડેટા કહે છે કે 7.1 ટકા કિશોરોમાં ગેમિંગ ડિસોર્ડરના લક્ષણો જોવા મળ્યા હતા. આ ઝગમગાટની પાછળ એક કડવું સત્ય પણ છૂપાયેલું છે. દુનિયાની સૌથી નફાકારક ગેમ બનાવનાર રોકસ્ટારમાં જ બ્રિટનમાં કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે ડખો ચાલી રહ્યો છે. ઓક્ટોબર 2025માં 30થી 40 કર્મચારીઓને છૂટા કરાયા પછી 26 નવેમ્બરે યુનિયન બનાવવા માટે ઈલેક્શન થવાનું છે, અને ગેમ રિલિઝ થતાં જ કોન્ટ્રાક્ટ પરના હજારો ડેવલપર્સને નોકરી જવાનો ડર લાગી રહ્યો છે. ભારત કેમ GTA લેવલની ગેમ નથી બનાવી શકતું? હવે સૌથી મોટો સવાલ ભારત માટે પણ છે… જો રોકસ્ટારના 1,615 ભારતીય ડેવલપર્સ દુનિયાની સૌથી મોટી ગેમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તો ભારત પોતાની GTA VI લેવલની ગેમ કેમ નથી બનાવતું? કહેવાય છે કે આનું કારણ સર્વિસ વિઝન અને પ્રોડક્ટ વિઝન વચ્ચેનો ડિફરન્સ છે. વિદેશી કંપની માટે હાઈલેવલના કોડિંગ કરી આપવું અને પોતાની ઓરિજિનલ ગેમ પર 3-5 વર્ષ સુધી અબજોનો ધૂમાડો કરવાનું જોખમ લેવું એ બંને અલગ-અલગ વાત છે. જો કે એવું નથી કે ભારતે GTAની એક જ ગેમ ડેવલોપ કરવામાં મદદ કરી છે, બીજી પણ અનેક છે જેમ કે… પણ સાવ એવું પણ નથી કે ભારત માટે બધી નેગેટિવ વાતો જ છે. ઓગસ્ટ 2025માં સંસદે પ્રોગ એક્ટથી ઓનલાઈન સટ્ટાબાજી પર બેન મૂકીને ભારતીય ગેમર્સ કે ગેમિંગને રિસેટ કરી દીધું છે. હવે ફોકસ પ્યોરલી વીડિયો ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સ હોય શકે છે, જ્યાં 2030 સુધીમાં 70 કરોડથી વધુ ગેમર્સ હોય શકે છે. વિદેશી ગેમિંગ કંપનીના કર્મચારીની જગ્યાએ ક્રિએટર બનવું પડશે મુંબઈમાં IIT-IIMના મોડલ પર 400 કરોડના ફંડ સાથે IICT શરૂ કરાઈ છે, જેમાં ગૂગલ, મેટા અને એનવીડિયા પાર્ટનર્સ છે. સાથે 2026-27ના બજેટમાં 15 હજાર નિશાળો અને 500 કોલેજિસમાં ક્રિએટર લેબ્સની જાહેરાત થઈ છે. પૂણેના સ્ટુડિયોની રાજી નામની ગેમ 20 લાખ ગેમર્સ સુધી પહોંચી ચૂકી છે. તો GTA VIથી ભારતને શીખ મળે છે કે આપણે હવે વિદેશી કંપનીઓના ટેક્નિકલ કારીગર બન્યા સિવાય પોતાની ગેમિંગ ઈન્ડસ્ટ્રી પણ ઉભી કરવી પડશે. આપણે ઉપભોક્તામાંથી સર્જક બનવાનો સમય પાકી ગયો છે. જરૂર છે થોડા સમાજ અને સરકાર તરફથી મળતા આગળ વધવા માટેના ધક્કાની. અને છેલ્લે… પૈસાની વાતો કરી તો એક વાત કરવી બને કે નરેન્દ્ર મોદીનો એક વીડિયો અત્યારે ચર્ચામાં છે જેમાં તેમણે દેશના ઉદ્યોગપતિઓને મીઠો નહીં પણ કડવો ઠપકો આપ્યો છે. કારણ કે સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘણી રાહત આપી, પણ કર્મચારીઓને કોઈ ફાયદો થયો નહીં. છેલ્લે તો ત્યાં સુધી કહી દીધું કે તમારું પેટ ભરાતું જ નથી. વડાપ્રધાને ઉદ્યોગપતિઓને જાહેરમાં આવું કહ્યું હોય લગભગ આ દેશમાં પહેલીવાર બન્યું છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
બુર્જ ખલીફાથી પણ વધુ મોંઘી ગેમ:એક જ રાતમાં કરોડો ડોલરની રેકોર્ડબ્રેક કમાણી, રમવા માટે અમેરિકનોને રજા આપવી પડી, GTA-6નું ભારત સાથે ખાસ કનેક્શન
📅 Published: November 20, 2026 |
📂 Category: International
