‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (WHO) અનુસાર, વિશ્વભરમાં આશરે 83 કરોડ લોકોને ડાયાબિટીસ છે. આ સમસ્યા અચાનક એક દિવસ કે મહિનામાં વિકસતી નથી. નીઓનેટલ ડાયાબિટીસ જેવા કેટલાક દુર્લભ કિસ્સાઓને છોડીએ તો આ બીમારી વર્ષો દરમિયાન ધીમે-ધીમે વધે છે. તેનું એક મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતો છે. આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે જ્યારે ડાયાબિટીસ ધીમે-ધીમે વિકસે છે, તો ઘણા લોકોને તેની જાણ અચાનક કેવી રીતે થાય છે? તેનો જવાબ એ વાતમાં છુપાયેલો છે કે તમે બ્લડ શુગરની તપાસ માટે કયો ટેસ્ટ કરાવો છો. તેથી આજે ‘કામના સમાચાર’માં ડાયાબિટીસ સાથે સંબંધિત બ્લડ ટેસ્ટ વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. અભિનવ કુમાર ગુપ્તા, સિનિયર કન્સલ્ટન્ટ, એન્ડોક્રિનોલોજી, નારાયણા હોસ્પિટલ, જયપુર સવાલ- HbA1c ટેસ્ટ શું છે? તે કેવી રીતે કરવામાં આવે છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ શું છે? તે કેવી રીતે કરવામાં આવે છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- ડાયાબિટીસની શંકા હોય અથવા સામાન્ય રીતે તેની શક્યતા તપાસવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? જવાબ- ડાયાબિટીસની શંકા હોય ત્યારે સામાન્ય રીતે કેટલાક મૂળભૂત ટેસ્ટ કરવામાં આવે છે, જેમ કે- ફાસ્ટિંગ બ્લડ શુગર (FBS): તેમાં 8-12 કલાકના ઉપવાસ બાદ ખાલી પેટે શુગરનું સ્તર માપવામાં આવે છે. પોસ્ટપ્રાન્ડિયલ બ્લડ શુગર (PPBS): આ ટેસ્ટ ભોજન કર્યાના 2 કલાક બાદ કરવામાં આવે છે. તેનાથી ભોજન બાદનું ગ્લુકોઝનું સ્તર જાણવા મળે છે. HbA1c ટેસ્ટ: આ છેલ્લા 2–3 મહિનાની સરેરાશ બ્લડ શુગર દર્શાવે છે. આ ત્રણેય ટેસ્ટ સૌથી સામાન્ય છે અને પ્રાથમિક તપાસ માટે પૂરતા માનવામાં આવે છે. સવાલ- હવે ડૉક્ટર એવું કેમ કહી રહ્યા છે કે HbA1c ટેસ્ટ કરતાં ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ વધુ જરૂરી છે? જવાબ- HbA1c ટેસ્ટ છેલ્લા 2-3 મહિનાનું સરેરાશ બ્લડ શુગર લેવલ દર્શાવે છે, જ્યારે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરની માહિતી આપે છે. સવાલ- ટેસ્ટમાં HbA1c નોર્મલ આવ્યું તો શું ટેન્શન લેવાની જરૂર નથી? જવાબ- આને પોઇન્ટર્સથી સમજો- સવાલ- ટેસ્ટમાં HbA1c નોર્મલ આવ્યું, પરંતુ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન હાઈ આવ્યું તો શું ચિંતાની વાત છે? જવાબ- HbA1c નોર્મલ, પરંતુ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન હાઈ હોવું શરૂઆતની ચેતવણી છે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો સંકેત છે. તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ છે. અત્યારે શુગર નોર્મલ રહી શકે છે, પરંતુ મેટાબોલિઝમ પ્રભાવિત થાય છે. સમયસર ડાયટ, કસરત અને વજન નિયંત્રિત કરવું જરૂરી છે. સવાલ- ટેસ્ટમાં HbA1c અને ફાસ્ટિંગ ઇન્સ્યુલિન, બંને નોર્મલ આવ્યા એટલે બધું સારું છે? જવાબ- આને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- ફાસ્ટિંગ ઇન્સ્યુલિન કેટલું હોય તો ચિંતા કરવી જોઈએ? જવાબ- તેની સામાન્ય રેન્જ લેબોરેટરી અને ટેસ્ટિંગ પદ્ધતિ અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. ઘણી લેબોરેટરીમાં તેની સંદર્ભ રેન્જ લગભગ 2થી 25 µIU/mL સુધી હોય છે. જ્યારે ડૉ. રૉબર્ટ લસ્ટિગ પોતાના પુસ્તક ‘મેટાબોલિકલ’માં લખે છે કે ફાસ્ટિંગ ઇન્સ્યુલિનનું સ્તર 10 µIU/mLથી ઓછું હોવું વધુ સારું છે. તેમના મુજબ, 15 µIU/mLથી વધુ સ્તર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો સંકેત હોઈ શકે છે. પ્રશ્ન- ડાયાબિટીસની જાણ ઘણી વાર મોડેથી કેમ થાય છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- ઘણીવાર લોકો માત્ર ફાસ્ટિંગ બ્લડ શુગર ટેસ્ટ જ કરાવે છે? પરંતુ શું આ પૂરતું છે? જવાબ- મુદ્દાઓથી સમજો- ફાસ્ટિંગ બ્લડ શુગર નોર્મલ આવ્યું? ફાસ્ટિંગ બ્લડ શુગર વધારે આવ્યું? સવાલ- કયા લોકોએ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ? જવાબ- કેટલાક લોકોએ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. તેને ગ્રાફિકમાં જુઓ- સવાલ- ડાયાબિટીસથી બચવા માટે જીવનશૈલીમાં કયા ફેરફારો જરૂરી છે? જવાબ- આ માટે નીચેના તમામ ફેરફારો જરૂરી છે- ********************** ગ્રાફિક્સ- મહેન્દ્ર વર્મા
દુનિયામાં 83 કરોડ લોકોને ડાયાબિટીસ!:HbA1c કરતાં વધુ જરૂરી ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ; 30 વર્ષ પછી નિયમિત કરાવો, એન્ડોક્રિનોલોજિસ્ટ પાસેથી જાણો શા માટે જરૂરી
📅 Published: November 22, 2026 |
📂 Category: Lifestyle
