Ahmedabad: સરસપુર-રખિયાલ વોર્ડનું નારણભાઈ દવે ઉદ્યાન બંધ રહેતા સિનિયર સિટીઝનોને પડતી હાલાકી

📅 Published: November 21, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સરસપુર-રખિયાલ વોર્ડમાં આવેલું નારણભાઈ દવે ઉદ્યાન છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો અને ખાસ કરીને સિનિયર સિટીઝનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી બગીચાને તાળા લાગેલા હોવાથી વડીલોને વહેલી સવારે ચાલવા અને હળવી કસરત કરવા માટે આશરે એક કિલોમીટર દૂર બાપુનગર વિસ્તારમાં આવેલા ઓક્સિજન પાર્ક સુધી જવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે 4 વર્ષ પહેલા ડેવલોમ્પમેન્ટના નામે ગાર્ડન બંધ કરવામાં આવ્યું હતુંજે આજે પણ બંધ હાલતમાં છે અને ગાર્ડનનું ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું નથી. મહત્વનું છેકે અનેક સિનિયર સિટિજન સવારે ચાલવા માટે ઉંમરના કારણે તેઓ એક કિલોમીટર સુધી ચાલીને બાપુનગર જઈ શકતા નથી, જેથી નાછૂટકે તેમને રિક્ષા કે અન્ય વાહનોનો સહારો લેવો પડે છે. રોજબરોજના આ અવરજવરના કારણે નિવૃત્ત જીવન જીવતા વડીલોને બિનજરૂરી આર્થિક ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. આ ઉપરાંત, નજીકમાં બગીચો બંધ હોવાથી બાળકોને રમવા માટે અને મહિલાઓને બેસવા માટે પણ કોઈ યોગ્ય જાહેર સ્થળ ઉપલબ્ધ નથી. આ વિસ્તારના વડીલોની માંગ છે કે તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને નારણભાઈ દવે ઉદ્યાનમાં જરૂરી સમારકામ કે સફાઈની કામગીરી પૂર્ણ કરી તેને ટૂંક સમયમાં જાહેર જનતા માટે ફરી ખુલ્લું મૂકવામાં આવે, જેથી સિનિયર સિટીઝનોને આર્થિક અને શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *