ઈવનગર રોડ અને મેંદરડા મુખ્ય રસ્તા પર બે સિંહો.:જૂનાગઢના ઈવનગર રોડ અને મેંદરડા મુખ્ય માર્ગ પર બે સિંહોની લટાર: ટ્રાફિક વચ્ચે જંગલ તરફ જવા બેબાકળા બન્યા, લોકોમાં ભયનો માહોલ.

📅 Published: November 22, 2026 | 📂 Category: gujarati-news

​જૂનાગઢ પંથકમાં વન્યજીવોની અવરજવર વધી રહી છે, જેમાં ઈવનગર રોડ પર બે સિંહોએ લટાર મારી હતી અને ત્યારબાદ આ સિંહો મેંદરડા મુખ્ય રસ્તા ઉપર અટવાયા હતા. રસ્તા પર અચાનક આવી ચડેલા આ સિંહો ફરીથી જંગલમાં પરત જવા માટે બેબાકળા બન્યા હોવાનું જોવા મળ્યું હતું. ​શિકારની શોધમાં જાહેર રસ્તા ઉપર આવી ચડેલા આ સિંહો લોકો અને સતત ચાલતા વાહનોનો ટ્રાફિક જોઈને રસ્તા પર દોડતા નજરે પડ્યા હતા. ટ્રાફિકની સતત અવરજવર વચ્ચે સિંહોના આટાફેરાના દ્રશ્યોથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ છવાયો છે.ગિરનાર જંગલમાં 54 થી વધુ સિંહનો વસવાટ હોવાનું 2025 ની વસ્તી ગણતરીમાં સામે આવ્યું છે. ગિરનાર જંગલના સિંહો અગાઉ પણ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આટાફેરા મારતા હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. ​બે દિવસ પહેલા જ જૂનાગઢના વાડલા ગામમાં પાંચથી વધુ સિંહો ગામમાં આટાફેરા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે ગિરનાર જંગલના સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત શહેરની સોસાયટીઓમાં પણ આટાફેરા મારવા લાગ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *