વલસાડ જિલ્લામાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે હવામાન સૂકું અને સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. દિવસનું મહત્તમ તાપમાન 30થી 31 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. વલસાડ શહેરમાં વહેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. તિથલ રોડ, સ્ટેડિયમ અને વિવિધ ગાર્ડનમાં યુવાનો અને યુવતીઓ મોર્નિંગ વોક અને કસરત કરતા જોવા મળ્યા હતા. નોકરી-ધંધા માટે નીકળતા લોકો અને વિદ્યાર્થીઓ ઠંડીથી બચવા શાલ, સ્વેટર અને મફલર પહેરીને નીકળ્યા હતા. જિલ્લાના ખેડૂતો રવિ પાકની વાવણીની તૈયારી કરી રહ્યા છે. શાકભાજી, ઘઉં, ચણા અને કઠોળના પાક માટે ઠંડું વાતાવરણ અનુકૂળ હોવાથી કેટલાક ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. આગામી દિવસોમાં પવન ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાવાની શક્યતા છે. તેના કારણે ઠંડી વધે તેવી આગાહી છે.
વલસાડમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા:વહેલી સવારે ઠંડીમાં મોર્નિંગ વોક માટે લોકો નીકળ્યા; આગામી દિવસોમાં ઠંડી વધે તેવી આગાહી
📅 Published: November 22, 2026 |
📂 Category: gujarati-news
