Tom Latham : બે ઇનિંગ્સમાં બે વાર ડક આઉટ! લાથમના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ

📅 Published: November 22, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમ માટે કોઈ ખરાબ સપનાથી ઓછી સાબિત થઈ નથી. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બંને ઇનિંગ્સમાં લાથમને ખાતું ખોલાવવાની તક પણ આપી નહોતી. આ સાથે જ લાથમના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. તેઓ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થનારા ન્યૂઝીલેન્ડના ત્રીજા કેપ્ટન બન્યા છે.લાથમ પહેલી ઇનિંગ્સમાં માત્ર 2 બોલનો સામનો કરીને બુમરાહના બોલ પર બોલ્ડ થયા હતા. બીજી ઇનિંગ્સમાં પણ તેમની હાલત બદલાઈ નહોતી. બુમરાહે બીજી ઇનિંગ્સની પ્રથમ ઓવરના બીજા બોલ પર જ લાથમને શૂન્યના સ્કોરે પેવેલિયન મોકલી દીધા હતા. આમ, બંને ઇનિંગ્સમાં લાથમ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયા હતા.

29 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન સાથે બન્યું આવું

ટોમ લાથમ છેલ્લા 29 વર્ષમાં ન્યૂઝીલેન્ડના પ્રથમ એવા ટેસ્ટ કેપ્ટન બન્યા છે, જે મેચની બંને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયા હોય. આ પહેલાં 1997માં સ્ટીફન ફ્લેમિંગ ઓસ્ટ્રેલિયા સામે હોબાર્ટમાં રમાયેલી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ખાતું ખોલાવી શક્યા નહોતા.આ યાદીમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન હેરી કેવનું નામ પણ સામેલ છે. વર્ષ 1956માં ડુનેડિનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં તેઓ બંને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયા હતા.ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આઠમી વખત એવું બન્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો કોઈ ઓપનિંગ બેટર એક જ મેચની બંને ઇનિંગ્સમાં ડક પર આઉટ થયો હોય. ભારત સામે આવું કરનારા ટોમ લાથમ બીજા ન્યૂઝીલેન્ડના ઓપનર બન્યા છે. આ પહેલાં 2010માં અમદાવાદમાં ટિમ મેકિન્ટોશ બંને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયા હતા.

ટેસ્ટમાં ઓપનર તરીકે 16મી વખત ડક પર આઉટ થયા લાથમ

ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલે પણ ટોમ લાથમ હવે અનિચ્છનીય યાદીમાં સામેલ થઈ ગયા છે. તેઓ ટેસ્ટમાં ઓપનર તરીકે 16મી વખત ડક પર આઉટ થયા છે. આ સાથે તેમણે શ્રીલંકાના માર્વન અટાપટ્ટુની બરાબરી કરી છે.આ યાદીમાં વેસ્ટ ઇન્ડિઝના ક્રેગ બ્રેથવેટ 19 ડક સાથે પ્રથમ સ્થાને છે. ઇંગ્લેન્ડના પૂર્વ ઓપનર માઇક અથર્ટન 17 ડક સાથે બીજા ક્રમે છે. લાથમ અને અટાપટ્ટુ 16 ડક સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે. જ્યારે ભારતના પૂર્વ વિસ્ફોટક બેટર વીરેન્દ્ર સેહવાગ 15 ડક સાથે આ યાદીમાં આગળ છે.

ટેસ્ટમાં સૌથી વધુ વખત ડક પર આઉટ થનારા ઓપનિંગ બેટર્સ

The Duck Kings of Test Cricket

આ પણ વાંચો- IND vs NZ : હવામાં ઉડ્યા ધ્રુવ જુરેલ! એક હાથે પકડ્યો અદભુત કેચ, નિકોલ્સ પણ જોતા રહી ગયા, VIDEO વાયરલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *