બ્રિટિશ અદાલતે ચાર પુરુષોને જોઆન યંગ પર દુષ્કર્મ અને જાતીય હુમલા સહિતના અનેક ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા. જોઆનના ભૂતપૂર્વ પતિ ફિલિપ યંગે દુષ્કર્મના અનેક આરોપોમાં પોતાનો ગુનો અગાઉ જ કબૂલી લીધો હતો. તેના પર આરોપ છે કે તે તેની પત્નીને નશીલો પદાર્થ આપીને બેભાન કરી દેતો હતો અને ત્યારબાદ ઈન્ટરનેટ દ્વારા અજાણ્યા પુરુષોને તેમના ઘરે બોલાવીને તેમની પાસે પત્નીનું જાતીય શોષણ કરાવતો હતો. શોષણનો આ ક્રમ લગભગ 13 વર્ષ સુધી ચાલતો રહ્યો.
લાંબા સમય સુધી જોઆનને એ વાતની જાણ જ નહોતી કે તે બેભાન હોય ત્યારે તેની સાથે શું થઈ રહ્યું છે. એકવાર જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે જોયું કે તે પોતાના જ પલંગ પર બંધાયેલી હતી. તે સમયે તેણે તેના પતિ ફિલિપને કોઈકને “નીચે આવવા” (get down) માટે કહેતા સાંભળ્યો. ત્યારે તેને સમજાયું કે બેડરૂમમાં તેના અને તેના પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પણ હાજર છે. જોકે, તે સમયે પણ તેને એ ખ્યાલ ન આવ્યો કે તેનો પતિ ઓનલાઈન જાહેરાત આપીને અન્ય પુરુષોને તેમના ઘરે બોલાવતો હતો, જેથી તેઓ તેની પત્નીનું જાતીય શોષણ કરી શકે.
મળતી માહિતી અનુસાર યુકેની વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં એક મહિલાના જાતીય શોષણના કેસમાં ચાર પુરુષો સામે સુનાવણી ચાલી રહી છે. આરોપ છે કે મહિલાના ભૂતપૂર્વ પતિએ તેને નશીલો પદાર્થ આપ્યો, અન્ય પુરુષો સાથે તેના જાતીય કૃત્યો કરાવ્યા અને આ ઘટનાઓના વીડિયો ઓનલાઇન પોસ્ટ કર્યા.
આરોપ મુજબ, મહિલાના ભૂતપૂર્વ પતિએ તેને નશીલો પદાર્થ આપી બેભાન કરી, આ શોષણનું રેકોર્ડિંગ કર્યું અને તેની જાણ બહાર આ ફૂટેજ ઓનલાઇન પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધા. આરોપીઓ 48 વર્ષીય નોર્મન મેક્સોની, 62 વર્ષીય રિચાર્ડ વિલ્કિન્સ, 32 વર્ષીય કોનર સેન્ડરસન-ડોયલ અને 38 વર્ષીય મોહમ્મદ હસને પોતાની સામેના આરોપોને નકારી કાઢ્યા છે.

એક દાયકા સુધી ચાલેલા ગુનાઓ
એક અહેવાલ મુજબ, આ કથિત ગુનાઓ 2016 થી 2023 વચ્ચે બન્યા હતા. સુનાવણીની શરૂઆતમાં સરકારી વકીલ સારાહ જોન્સ કેસીએ જ્યુરીને જણાવ્યું હતું કે આ કેસ મુખ્યત્વે એ મુદ્દા પર કેન્દ્રિત છે કે શું કોઈ મહિલાની સંમતિ વિના તેની સાથે જાતીય પ્રવૃત્તિ કરવી ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે? મહિલાના ભૂતપૂર્વ પતિ, 50 વર્ષીય ફિલિપ યંગે આ વર્ષની શરૂઆતમાં કબૂલાત કરી હતી કે તેણે એક દાયકાથી વધુ સમયગાળા દરમિયાન તેની પત્ની વિરુદ્ધ અનેક જાતીય ગુનાઓ આચર્યા હતા.
જાતીય કૃત્યોના રેકોર્ડિંગના આરોપો
સરકારી પક્ષે જણાવ્યું હતું કે ફિલિપ યંગ તેની તત્કાલીન પત્નીને નશીલો પદાર્થ આપી દેતો અને અજાણ્યા પુરુષોને તેની સાથે જાતીય કૃત્યો કરવા માટે બોલાવતો હતો. ઘણીવાર તો મહિલાને એ પણ ખબર નહોતી હોતી કે તે અન્ય કોઈ પુરુષ સાથે છે. વધુમાં એવો પણ આરોપ છે કે તેણે પુરુષોને આકર્ષવા માટે વિવિધ વેબસાઇટ્સ પર મહિલાની ભ્રામક તસવીરો પોસ્ટ કરી હતી. કોર્ટને એ પણ જાણવા મળ્યું કે, 2015થી જ યંગ એવા પદાર્થોની શોધમાં હતો જે તેની પત્નીને ગાઢ નિદ્રામાં લાવી શકે અથવા તેને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકી શકે. સરકારી પક્ષના જણાવ્યા અનુસાર, યંગ આ ઘટનાઓનું અવલોકન કરતો અને તેને વીડિયોમાં રેકોર્ડ કરતો હતો.
જાતીય પ્રવૃત્તિ દરમિયાન આંખો પર પાટા
કોર્ટને જણાવવામાં આવ્યું કે મહિલા તેના પતિ સાથે જાતીય પ્રવૃત્તિ કરતી વખતે પોતાની આંખો પર પાટા બાંધવા અને બંધાયેલા રહેવા માટે સંમત થતી હતી. સરકારી પક્ષનું કહેવું છે કે એવા કોઈ પુરાવા નથી કે તે અજાણ્યા પુરુષો સાથેના જાતીય સંબંધો માટે સંમત હતી.
આ કેસ કેવી રીતે સામે આવ્યો
આ કથિત દુર્વ્યવહારનો ખુલાસો 2023માં થયો, જ્યારે ફિલિપ યંગ સાથે સંકળાયેલા એક ઓનલાઇન એકાઉન્ટ પર પ્રાણીઓ સાથેના જાતીય કૃત્યો દર્શાવતી તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ, પોલીસે તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા. તપાસ દરમિયાન એવા વીડિયો મળી આવ્યા જેમાં વિવિધ પુરુષો જોન્સ પર કથિત રીતે દુષ્કર્મ કરતા અથવા તેનું જાતીય શોષણ કરતા જોવા મળ્યા હતા. આ તમામ ઘટનાઓ દરમિયાન, જોન્સને અન્ય વ્યક્તિઓની હાજરી વિશે જાણ નહોતી; તે માનતી હતી કે તે માત્ર તેના પતિ સાથે જ છે.
ભૂતપૂર્વ પતિએ અનેક જાતીય ગુનાઓ કબૂલ્યા
ભૂતપૂર્વ કાઉન્સિલર ફિલિપ યંગે 13 વર્ષના સમયગાળા દરમિયાન અનેક ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું કે 2010 થી 2024 વચ્ચે, તેણે જોન્સની સંમતિ વિના તેની ખાનગી પ્રવૃત્તિઓ રેકોર્ડ કરીને તેની 500થી વધુ ખાનગી તસવીરો અને વીડિયો જાહેર કર્યા હતા. અગાઉ સ્વિન્ડનમાં રહેતા યંગ, હવે લંડનના એનફિલ્ડમાં રહે છે. તેની સામે બાળકો સાથે સંકળાયેલા ગુનાઓ માટેના આરોપો પણ છે.
આ પણ વાંચો: Weather Update: કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, ગાઢ ધુમ્મસ સાથે ભારે વરસાદને લઈને એલર્ટ
