સુરત શહેરના મજુરા વિધાનસભા મતવિસ્તારમાં નૂતન વર્ષ નિમિત્તે ભાજપ દ્વારા આત્મીય સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું.આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના અગ્રણીઓ, પદાધિકારીઓ, નગરસેવકો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓ એકઠા થયા હતા.તેમણે સંગઠન અને કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી હતી. આજે સમગ્ર ગુજરાતમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું છે.
આ દીકરો હંમેશાં મજુરાનો દીકરો જ રહેશે
હર્ષ સંઘવીએ જણાવ્યું કે,મજુરાનો આ દીકરો હંમેશાં મજુરાનો દીકરો જ રહેશે.તેમણે મંચ પર ઉપસ્થિત પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કહ્યું કે મારી ઉંમર કરતાં પણ વધુ સમયથી કાર્યકર્તાઓ પાર્ટી સાથે જોડાયેલા છે.આ તમામ સિનિયર કાર્યકર્તાઓ મારા માટે હંમેશાં મોટા જ રહેશે.ભૂતકાળ યાદ કરતાં તેમણે ઉમેર્યું કે,ચૂંટણી વખતે સામેવાળાએ નારો બનાવ્યો હતો કે આ તો નાનો છોકરો છે.પરંતુ મારો આ પરિવાર ખૂબ મોટો છે.ચૂંટણી પ્રચાર વખતે હર્ષ સંઘવી કોણ છે તે માન્ય ન હતું.લોકોએ ભારતીય જનતા પાર્ટીના કારણે મત આપ્યો હતો.થોડા મહિના પહેલાં વાપી અને વલસાડમાં ભારે વરસાદ પડ્યો હતો.ત્યાં પૂર આવ્યું ત્યારે પાર્ટી કાર્યકર્તાઓએ ગામે ગામ જઈને મદદ કરી હતી.
તમે વિસ્તારના નાગરિકોના કારણે નગરસેવક બન્યા છો
તેમણે મતવિસ્તારના તમામ નગરસેવકોને સ્પષ્ટ અપીલ કરી હતી.તમે વિસ્તારના નાગરિકોના કારણે નગરસેવક બન્યા છો.પાર્ટીના કાર્યકર્તાઓ કામ લઈને આવે ત્યારે આવું કામ કેમ લાવ્યા તેવું ન કહેવું જોઈએ.ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાહેબ બનવાને બદલે મનમાં સારા માણસ જેવા ભાવ રાખવા પડશે.આવો વ્યવહાર રાખશો તો ભવિષ્યમાં સૌ સન્માન કરશે.આજે ટેકનોલોજી થકી જોડાવાની તક મળી તે બદલ તેમણે આભાર માન્યો હતો.મુખ્યમંત્રી 72 કલાક આદિવાસી વિસ્તારોમાં રહ્યા હતા.તેમણે આદિવાસી પરિવારો સાથે મહેમાન તરીકે નહીં પણ પરિવાર તરીકે ભોજન લઈને ચર્ચા કરી હતી.તેમાંથી આપણે શીખવું જોઈએ.
અમે પણ આદિવાસી વિસ્તારોમાં જવાના છીએ
આગામી દિવસોમાં અમે પણ આદિવાસી વિસ્તારોમાં જવાના છીએ.તેમણે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરી કે કાર્યકર્તાઓના દરેક કામ કરવા પડશે.જો કામ ન થાય તો કાર્યકર્તાના ખભે હાથ મૂકીને કામ કઈ રીતે થાય તે અંગે ચર્ચા કરવી જોઈએ.આ કાર્યક્રમમાં 182 વિધાનસભાના ધારાસભ્યો,કોર્પોરેટરો અને સમાજના આગેવાનો એકસાથે જોડાયા છે.આ મોટા કુટુંબને તોડવા માટે ઘણા આવ્યા પણ કોઈ તોડી શક્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રજા લીધા વગર આટલા વર્ષોથી રાતદિવસ કામ કરી રહ્યા છે.કાર્યકર્તાઓએ પણ આવી જ સેવાભાવના સાથે આગળ વધવું પડશે.
આ પણ વાંચોઃ Kheda News:MP અને DP સ્વામી અમારા રજિસ્ટર્ડ સંત નથી, વડતાલ સંસ્થાએ સત્તાવાર સ્પષ્ટતા કરી
