PM Modi Speech: ગુજરાતના કાયાકલ્પમાં ભાજપના કાર્યકરોની ભૂમિકા ઓછી નથી

📅 Published: November 22, 2026 | 📂 Category: Ahmedabad

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ એટલે વેપાર અને આપણું કચ્છ આજે આશાઓનું એક નવું કેન્દ્ર બનીને ઉભર્યું છે.તેમણે પક્ષના કાર્યકરોના સમર્પણને બિરદાવતા ઉમેર્યું હતું કે, ગુજરાતના આજના કાયાકલ્પમાં ભાજપના પાયાના કાર્યકરોની ભૂમિકા જરાય ઓછી નથી.

સુવર્ણકાળની વાતો થાય છે તે હવેની પેઢી નજરે જોશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ એટલે વેપાર અને આપણું કચ્છ આજે આશાઓનું નવું કેન્દ્ર બન્યું છે. વર્ષ ૨૦૦૧ની આસપાસ રાજ્યમાં ભીષણ દુકાળની સ્થિતિ હતી, પરંતુ ‘ગુજરાતના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ’ના મંત્ર અને જનભાગીદારીથી ઝડપી પ્રગતિ શક્ય બની છે. તેમણે ઉમેર્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતે હજુ મોટી હરણફાળ ભરવાની છે અને જે સુવર્ણકાળની વાતો થાય છે તે હવેની પેઢી નજરે જોશે.

મારી પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ છે

પક્ષના સંગઠન અને કાર્યકરોની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે,ગુજરાતના કાયાકલ્પમાં ભાજપના કાર્યકરોની ભૂમિકા જરાય ઓછી નથી અને ભાજપના કાર્યકર્તા હોવું એ મોટું સૌભાગ્ય છે. મારી પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ છે જેઓ સંકલ્પ સાથે કામ કરે છેતેથી પરિણામ નિશ્ચિત મળે છે.જૂના દિવસો યાદ કરતા તેમણે કહ્યું કે ઘણા કાર્યકરો ગરીબો સુધી સુખડી પહોંચાડતા હતા, કારણ કે ભાજપમાં પદ કરતાં પરિશ્રમ અને કદ કરતાં કામને વધુ મહત્વ અપાયું છે.

50 કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા

દળથી મોટો દેશ છે એ જ આપણી મૂળ નીતિ છે. સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, અગાઉ દલિત અને આદિવાસી પરિવારો પાસે બેંક ખાતા કે વીજળીની સુવિધા ન હતી, જે આજે તમામ લોકો સુધી પહોંચી છે. સરકારના પ્રયાસોથી દેશના આશરે 50 કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે, જોકે કેટલાક લોકોને આ પ્રગતિ ગમતી નથી.

આ પણ વાંચોઃ Kheda News:MP અને DP સ્વામી અમારા રજિસ્ટર્ડ સંત નથી, વડતાલ સંસ્થાએ સત્તાવાર સ્પષ્ટતા કરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *