પાકિસ્તાન ‘એ’ની ટીમ એક સમયે મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી, પરંતુ ભારતીય બોલરોએ મધ્યની અને અંતિમ ઓવરોમાં શાનદાર વાપસી કરી હતી. પાકિસ્તાનની આખી ટીમ 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શમીલ હુસૈન અને માઝ સદાકતે પ્રથમ વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. આયુષ બદોનીએ શમીલને 33 રને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હર્ષિત રાણાએ રોહિત નઝીરને શૂન્ય રને પેવેલિયન મોકલ્યો હતો.
માઝ સદાકતે 63 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી, પરંતુ સૂર્યાંશ શેડગેએ તેને આઉટ કરીને પાકિસ્તાનની ગતિ ધીમી કરી હતી. બીજી તરફ હસન નવાઝે 82 બોલમાં 79 રન ફટકાર્યા હતા. તેણે 44 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જોકે, સૂર્યાંશ શેડગેએ તેની વિકેટ લઈને ભારતને મોટી સફળતા અપાવી હતી. કેપ્ટન અબ્દુલ સમદ 28 રને રનઆઉટ થયો હતો. ત્યારબાદ ફરહાન યુસુફે 48 બોલમાં 56 રન બનાવીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. અંતિમ ઓવરોમાં વિપ્રજ નિગમે મોહમ્મદ ઈમરાન રંધાવા (23) અને સાદ મસૂદ (9)ને આઉટ કર્યા હતા, જ્યારે પ્રિન્સ યાદવે ફરહાન યુસુફની વિકેટ લીધી હતી. આ રીતે ભારતીય બોલરોએ વાપસી કરીને પાકિસ્તાનની ઇનિંગ 313 રને સમેટી હતી.
INDIA A – 81/2 (14)
અભિષેક શર્માની ધમાકેદાર અડધી સદી
અભિષેક શર્માએ છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી છે. હસન નવાઝના શોર્ટ બોલ પર અભિષેકે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગની ઉપરથી જોરદાર છગ્ગો ફટકાર્યો હતો. તેણે માત્ર 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી પૂરી થતાં જ અભિષેકે બેટ ઊંચું કરીને દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભારત ‘એ’ માટે મુશ્કેલ સમયે તેની આક્રમક ઇનિંગ ખૂબ મહત્ત્વની બની છે.
એક જ ઓવરમાં 24 રન ફટકાર્યા!
ભારત ‘એ’ની શરૂઆત ખરાબ રહ્યા બાદ અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરીને વળતો પ્રહાર કર્યો છે. તેણે આઠમી ઓવરમાં 24 રન ફટકાર્યા હતા. 8 ઓવર પૂરી થતાં ભારત ‘એ’નો સ્કોર 2 વિકેટે 56 રન થયો છે. અભિષેક શર્મા માત્ર 20 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે, જ્યારે તિલક વર્મા 11 બોલમાં 2 રન સાથે ક્રીઝ પર છે. અભિષેકની આક્રમક બેટિંગથી ભારતીય ટીમે ફરી મેચમાં વાપસી કરી છે.
આયુષ બદોની ખાતું ખોલ્યા વિના બોલ્ડ!
પાકિસ્તાન ‘એ’ના બોલર અલી રઝાએ ભારત ‘એ’ને મુશ્કેલીમાં મૂકી દીધું છે. તેણે આયુષ બદોનીને ક્લીન બોલ્ડ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો છે. અલી રઝાનો શોર્ટ ઓફ લેન્થ બોલ અંદરની તરફ આવ્યો હતો. બદોની બેકફૂટ પર જઈને રમવા ગયો, પરંતુ બોલ સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો હતો. બદોની 4 બોલનો સામનો કર્યા બાદ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.
વૈભવ સૂર્યવંશી 11 રને આઉટ
પાકિસ્તાન ‘એ’ના બોલર મોહમ્મદ ઈમરાન રંધાવાએ ભારત ‘એ’ને પ્રથમ ઝટકો આપ્યો છે. તેણે વૈભવ સૂર્યવંશીને કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલ્યો હતો. વૈભવે 13 બોલમાં 11 રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા સામેલ હતા. અબ્દુલ સમદે તેનો કેચ પકડ્યો હતો. 314 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ભારત ‘એ’ની ટીમે પ્રથમ વિકેટ ગુમાવી છે.
ભારત ‘એ’ની બેટિંગ શરૂ
પાકિસ્તાન ‘એ’ના 314 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ભારત ‘એ’ની બેટિંગ શરૂ થઈ ગઈ છે. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી મેદાન પર છે. વૈભવ સૂર્યવંશી સ્ટ્રાઇક પર છે, જ્યારે પાકિસ્તાન તરફથી અલી રઝા પ્રથમ ઓવર નાખશે. હવે ભારતીય ઓપનર્સ પાસેથી ટીમને આક્રમક શરૂઆતની આશા રહેશે.
પાકિસ્તાન ‘એ’એ ભારત સામે 314 રનનો ટાર્ગેટ આપ્યો
પાકિસ્તાન ‘એ’ની ટીમ 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. હસન નવાઝે 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે માઝ સદાકતે 59 રન બનાવ્યા હતા. ભારત ‘એ’ તરફથી સૂર્યાંશ શેડગે અને વિપ્રજ નિગમે મહત્વની વિકેટો ઝડપી હતી. હવે ભારત ‘એ’ને જીત માટે 314 રન બનાવવાના રહેશે.
45.2 ઓવર: સાદ મસૂદ આઉટ
વિપ્રજ નિગમે પોતાની બીજી વિકેટ ઝડપી છે. સાદ મસૂદ મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. વિકેટકીપર કુમાર કુશાગ્રાએ તેનો કેચ પકડીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે. સાદ મસૂદે 13 બોલમાં 9 રન બનાવ્યા હતા, જેમાં 1 ચોગ્ગો સામેલ છે.
41.5 ઓવર: પાકિસ્તાનને વધુ એક ઝટકો
વિપ્રજ નિગમે ભારત ‘એ’ને વધુ એક સફળતા અપાવી છે. મોહમ્મદ ઈમરાન રંધાવા મોટો શોટ રમવાના પ્રયાસમાં આયુષ બદોનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ઝડપી બેટિંગ કરતાં 14 બોલમાં 23 રન બનાવ્યા હતા, જેમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આયુષ બદોનીએ આ ઇનિંગમાં પોતાનો બીજો કેચ પકડ્યો છે.
38.2 ઓવર: ખતરનાક હસન નવાઝ આઉટ
ભારત ‘એ’ને મોટી સફળતા મળી છે. સૂર્યાંશ શેડગેએ અડધી સદી ફટકારનાર હસન નવાઝને પેવેલિયન ભેગો કર્યો છે. નવાઝે ફુલ લેન્થ બોલ પર કવર ઉપરથી મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેટ સાથે યોગ્ય સંપર્ક થયો નહોતો. બોલ ડીપ કવર તરફ ગયો, જ્યાં આયુષ બદોનીએ શાનદાર કેચ પકડી લીધો હતો. નવાઝે 82 બોલમાં 79 રન બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. સૂર્યાંશની આ ઇનિંગની બીજી વિકેટ છે.
30.3 ઓવર: પાકિસ્તાનને ચોથો ઝટકો
અભિષેક શર્માના બોલ પર હસન નવાઝે શોર્ટ થર્ડ મેન તરફ હળવો શોટ રમ્યો હતો. બંને બેટર એક રન લેવા દોડ્યા, પરંતુ આ નિર્ણય ભારે પડ્યો. રિંકુ સિંહે ઝડપથી બોલ પકડીને વિકેટકીપર કુમાર કુશાગ્રા તરફ થ્રો કર્યો અને અબ્દુલ સમદ ક્રીઝ સુધી પહોંચે તે પહેલાં જ રનઆઉટ થયો હતો. તેણે 35 બોલમાં 28 રન બનાવ્યા હતા, જેમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા સામેલ છે. આ સાથે હસન નવાઝ અને અબ્દુલ સમદ વચ્ચેની 65 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો.
હસન નવાઝની અડધી સદી
હસન નવાઝે છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. વિપ્રજ નિગમના ફુલ લેન્થ બોલ પર નવાઝે એક ઘૂંટણ પર બેસીને લોંગ-ઓન તરફ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. તેણે માત્ર 44 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. હાલ તે 57 બોલમાં 59 રન બનાવીને રમી રહ્યો છે, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. બીજી તરફ અબ્દુલ સમદ 35 બોલમાં 28 રન બનાવીને ક્રીઝ પર છે. પાકિસ્તાને 30 ઓવરમાં 3 વિકેટે 186 રન બનાવ્યા છે.
19.1 ઓવર: માઝ સદાકત આઉટ
સૂર્યાંશ શેડગેએ માઝ સદાકતની શાનદાર ઇનિંગનો અંત લાવી દીધો છે. માઝે હવામાં શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શાહબાઝ અહેમદે કેચ પકડી લીધો હતો. આ સાથે જ સતત બીજી અડધી સદી ફટકારનાર માઝની ઇનિંગનો અંત આવ્યો હતો. તેણે 63 બોલમાં 59 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
માઝ સદાકતે ફટકારી અડધી સદી, સતત બીજી મેચમાં 50+ સ્કોર!
માઝ સદાકતે ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી છે. સૂર્યાંશ શેડગેના બોલ પર તે આગળ આવીને મિડવિકેટ તરફ શોટ રમ્યો હતો. બોલ બેટના નીચેના ભાગે વાગ્યો હોવા છતાં એક ટપ્પો ખાઈને બાઉન્ડ્રીની બહાર ગયો. આ સાથે જ માઝે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. અડધી સદી પૂરી કર્યા બાદ તેણે હેલ્મેટ ઉતારીને જમણા હાથને ચુંબન કર્યું અને આંગળી ઊંચી કરીને ઉજવણી કરી.
10 ઓવર: પાકિસ્તાનનો સ્કોર 73/2
માઝ સદાકત 29 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. બીજી તરફ હસન નવાઝ 5 બોલમાં 4 રન બનાવીને ક્રીઝ પર છે. પાકિસ્તાને 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા છે.
8.3 ઓવર: ભારતને બીજી સફળતા
હર્ષિત રાણાએ રોહિત નઝીરને LBW આઉટ કરીને ભારતને વધુ એક સફળતા અપાવી. હર્ષિતે ઓફ સ્ટમ્પની લાઇનમાં શોર્ટ ઓફ લેન્થ બોલ ફેંક્યો, જે પીચ પરથી ઝડપથી અંદર આવ્યો. રોહિત નઝીર બોલને સમજી શક્યો નહીં અને LBW આઉટ થયો. તેણે 3 બોલમાં એક પણ રન બનાવ્યો નહોતો. વિકેટ મળતાં જ હર્ષિતે છાતી ઠોકીને આક્રમક અંદાજમાં ઉજવણી કરી.
પાકિસ્તાનને પહેલો ફટકો પડ્યો
પાકિસ્તાનને પહેલો ફટકો પડ્યો. ઓપનર હુસૈન આઉટ થયો. આયુષ બદોનીની બોલિંગમાં હર્ષિત રાણાના હાથે તેનો કેચ થયો. હુસૈને 23 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે 33 રનની ઝડપી ઇનિંગ રમી.
હુસૈને પાકિસ્તાનને ઝડપી શરૂઆત અપાવી
પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેનોએ પાકિસ્તાનને ઝડપી શરૂઆત અપાવી છે. હુસૈન અને માઝ સદકત બેટિંગ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ટીમે બીજી ઓવર સુધીમાં 26 રન બનાવી લીધા છે, જેમાંથી 25 રન હુસૈનના હતા. સદકત હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યો નથી.
પ્રથમ ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર
પહેલી ઓવર પૂરી થઈ ગઈ છે. પાકિસ્તાનના ઓપનર્સ હજુ પણ ક્રીઝ પર છે. હર્ષિત રાણાની આ ઓવરમાં પાકિસ્તાને 11 રન બનાવ્યા છે. શામિલ હુસૈન 11 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. માઝ સદકત હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યો નથી.
ઇન્ડિયા A ના પ્લેઇંગ 11
વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રરાજ નિગમ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ.
પાકિસ્તાન A ના પ્લેઈંગ 11
શામિલ હુસૈન, માઝ સદાકત, રોહેલ નઝીર (વિકેટકીપર), હસન નવાઝ, અબ્દુલ સમદ (કેપ્ટન), ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઈમરાન રંધાવા, અહેમદ દાનિયાલ, સુફયાન મોકીમ, અલી રઝા.
પાકિસ્તાને ટોસ જીત્યો.
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમ પહેલા બોલિંગ કરશે.
આ મહિને આ ત્રીજી વખત બંને ટીમો ટકરાશે.
હકીકતમાં, આ મહિને ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાનની ટીમો ત્રીજી વખત આમને-સામને થશે. અગાઉ, તેઓએ તાજેતરના અંડર-19એશિયા કપમાં બે મેચ રમી હતી. પાકિસ્તાને લીગ સ્ટેજ જીત્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં રસ દાખવીને તે હારનો બદલો લીધો હતો.ટાઇટલ મેચમાં, ભારતે મોહિત ઉલ્વાના છેલ્લા બોલ પર ચાર રનની મદદથી પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને નવમી વખત ટ્રોફી જીતી હતી. હવે ભારત Aનો વારો છે, જે 2023 રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન A સામે 128 રનની કારમી હારનો બદલો લેવા માંગે છે.
નંબર વન પોઈન્ટ ટેબલ માટેનો જંગ
બંને ટીમોએ પોતાના ટુર્નામેન્ટ અભિયાનની શરૂઆત વિજય સાથે કરી છે. ભારત A એ પોતાની શરૂઆતની મેચમાં નેપાળને 306 રનથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાન A એ UAE ને 61 રનથી હરાવ્યું હતું. હાલમાં, ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે, જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને છે.આજે આ મેચ જે પણ ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં નંબર વન સ્થાન પર પોતાની પકડ મજબૂત બનાવશે. હેડ-ટુ-હેડ રેકોર્ડની દ્રષ્ટિએ, બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં ભારતનો હાથ ઉપર છે. ભારતે ત્રણ મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને બે જીતી છે.
ઓપનિંગ જોડી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા
તિલક વર્માની આગેવાની હેઠળની ઇન્ડિયા A ટીમમાં મોટાભાગે એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કર્યું છે અથવા IPLમાં સ્ટાર પરફોર્મર રહ્યા છે. ઓપનિંગની જવાબદારી વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માના ખભા પર છે. બંને બેટ્સમેન તેમની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે અને ભારતની સિનિયર T20 ટીમ માટે ઇનિંગ્સ ખોલી છે.જોકે, નેપાળ સામેની પાછલી મેચમાં તેમની બેટિંગ શાંત રહી. આમ છતાં, ભારતીય મધ્યમ ક્રમે પોતાની તાકાત દર્શાવી અને 332રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો. આજે, પાકિસ્તાન સામે, ટીમ તેમની ઓપનિંગ જોડી પાસેથી મજબૂત શરૂઆતની આશા રાખશે.
આ પણ વાંચો- Jamshed Alamએ T20 ક્રિકેટમાં મચાવી ધમાલ, 9 બોલમાં 5 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ
