જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના બાલાજી પાર્ક નજીક આવેલા સેનાનગર વિસ્તારમાં દરોડો પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક વિંગની ટીમ પર પરપ્રાંતીય શખસ અને અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 1 પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. 3 તસવીરમાં ઘટના બાદ પોલીસની હલચલ ફરજ પરના પોલીસકર્મી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, એન્ટી નાર્કોટિક વિંગની ટીમ બાલાજી પાર્ક નજીક સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે દરોડો પાડવા માટે પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર પરપ્રાંતીય શખ્સ સહિતના અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ ટીમ પર હુમલો કરી દીધો હતો. આ ઘર્ષણમાં ફરજ પરના પોલીસકર્મી દિવ્યરાજસિંહ જાડેજાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયેલા પોલીસકર્મીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
પોલીસ ટીમ પર હુમલો થયાના સમાચાર મળતા જ જામનગર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ જામનગર LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ), સિટી ‘સી’ ડિવિઝન પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
જામનગરમાં ખાખી પર ખૂની હુમલો:ડ્રગ્સની રેડ પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક ટીમ પર અસામાજિક તત્વો તૂટી પડ્યા; પોલીસકર્મી લોહીલુહાણ, LCBનું કોમ્બિંગ
📅 Published: November 22, 2026 |
📂 Category: gujarati-news
