Suratમાં રોગચાળાનો કહેર: પાંડેસરા અને અડાજણમાં તાવથી બે યુવકોના મોત!

📅 Published: November 23, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં દિવાળી બાદ પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે પાંડેસરા અને અડાજણ વિસ્તારમાં તાવથી બે યુવકોના મોતની કરુણ ઘટના સામે આવી છે. બંને યુવકોને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો અને રવિવારે સવારે તબિયત વધુ બગડતા તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, પાંડેસરા અને અડાજણ વિસ્તારના આ બંને યુવકોને બે દિવસથી તાવની ફરિયાદ હતી. રવિવારે સવારે અચાનક તબિયત વધુ લથડતા પરિવારજનો દ્વારા તેમને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તબીબોએ તપાસ બાદ બંને યુવકોના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું.

દિવાળી બાદ રોગચાળો વકર્યો, પાલિકાની કામગીરી સામે સવાલ

દિવાળીના તહેવારો બાદ સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. શહેરની વિવિધ હોસ્પિટલોમાં ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. વધતા રોગચાળા અને બે યુવકોના મોત બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *