Vadodara : કરજણની નિશાળિયા પ્રા.શાળાના આચાર્યને પાવાગઢ ગરિમા ઍવૉર્ડ

📅 Published: November 23, 2026 | 📂 Category: Baroda

કરજણ : સંતશ્રી મોરારીબાપુ દ્વારા દર વર્ષે અપાતા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા, શિક્ષકોની બે દિવસીય કાર્યશાળા શિબિર યોજાઇ હતી. જેમાં તલગાજરડાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક જીતેન્દ્ર વાજાના સંકલન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સૌજન્યથી ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલના કુલપતિ પ્રો. ડો. સી. કે ટીબડીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.આર. જે ગુર્જરના સહયોગથી હાલોલ મુકામે તા.17 અને 18 નવેમ્બરના રોજ યોજાઇ હતી. સમગ્ર ગુજરાતના જિલ્લામાંથી 20 જેટલા શિક્ષકો સામેલ થયા હતા. જેમાં નિશાળીયા પ્રાથમિક શાળાના આચાર્ય મકવાણા રેખાબેન નાથાલાલે શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા, સમર્પણ, સેવા ભાવના દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. શિક્ષણને અભ્યાસક્રમ પૂરતું મર્યાદિત ન રાખતા બાળકોના સર્વાંગી વિકાસ, સંસ્કાર, ઘડતર અને વ્યક્તિત્વ નિર્માણને તેમને હંમેશા પ્રાથમિકતા આપી હતી. તેમની ઉત્તમ કામગીરીને બિરદાવતા પાવાગઢ ગરીમાં એવોર્ડ ગોધરા જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ, લાયન્સ ક્લબ ઓફ્ હાલોલના પ્રમુખ, રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક અને ઝોન સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી તથા નિવૃત્ત રાજ્ય પારીતોષિક વિજેતા દ્વારા સન્માનિત કરાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *