Vadodara : ઈટોલી ગામે રૂા.1.03 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત

📅 Published: November 23, 2026 | 📂 Category: Baroda

વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના ઈટોલી ગામે લોકોની પ્રાથમિક સુવિધા અને શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી કુલ રૂા.1.03 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરાયું હતું. જેમાં રૂા. 80 લાખના ખર્ચે નવીન શાળાનું નિર્માણ, રૂા.13 લાખના ખર્ચે RCCરોડ તેમજ રૂા.10 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈનની કામગીરીનો સમાવેશ થાય છે. જેની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરાયા બાદ આયોજકો અને ગ્રામજનો દ્વારા તમામ મહેમાનોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તમામ કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. જે પ્રસંગે વાઘોડિયા તા. પં.ના પ્રમુખ જયાબેન વસાવા, સભ્ય જગદીશ પરમાર, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *