Vadodara : ગ્રાહકો વિમાસણમાં : સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે ? હાલના ભાવે ખરીદવું કે નહિ !

📅 Published: November 23, 2026 | 📂 Category: Baroda

સોનાના ભાવ હાલમાં તેની ટોચની સપાટી રૂા.75 હજાર જેટલા નીચા આવી ગયા છે ત્યારે ખરીદવાનો સમય આવ્યો છેકે કેમ તેની દ્વીધા હજી ગ્રાહકોમાં રહી છે. ગુજરાતીઓનો સોનાનો પ્રેમ તેના વિવિધ કારણોસર જોવા મળી રહ્યો છે. સલામત રોકાણ તરીકે સોનાની પ્રથમ પસંદગી થાય છે. સંકટ સમયે પણ સોનાનું વેચાણ કરીને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં આવી શકે છે. નિષ્ણાતો માને છેકે, આગામી ભવિષ્યમાં પુનઃ ભાવ વધારો થઇ શકે છે, અમેરિકાના ફેડરલ રિઝર્વના દરો ઉપર કિંમતની ચડ ઉતર રહેતી હોય છે. ગ્રાહકોના નાણાંકીય રોકાણના હેતુઓના આધારે સોનાની ખરીદીનો નિર્ણય લેવો જરૂરી છે. હાલમાં સોનાની કિંમત વિવિધ પરીબળો આધારિત છે, જેમાં વિશ્વની ભૂરાજકીય પરિસ્થિતિ, મોનેટરી પોલીસી, ખરેખર વળતર અને રોકાણ તરીકેની સોનાની ખરીદી મુખ્ય હોય છે. ભારતીયો ખાસ કરીને તહેવારો અને લગ્નસરાની સિઝન વખતે સોનાની ખરીદી કરતાં હોય છે. આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજે રૂા.1,26,610 અને 22 કેરેટનો ભાવ રૂા.1,16,060 રહ્યો હતો. 29મી જાન્યુઆરી 2026ના રોજ સોનાનો ભાવ રૂા.1.75 લાખ હતો. જે 29મી ઓકટોબરે રૂા.1.41 લાખ થયો હતો અને હાલમાં રૂા.1.26 લાખ છે ત્યારે હવે સોનાના ભાવનું તળિયુ આવ્યું છેકે, કેમ તેની દ્વીધા ગ્રાહકોમાં છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલની સ્થિતિ સલામત રોકાણ તરીકે સોનાની પસંદગી થાય કે તેની કસોટીએ જણાઇ રહી છે. 27મી ઓકટોબર 2023ના રોજ સોનાનો ભાવ રૂા.60,629 હતો. જે સતત ત્રણ વર્ષ સુધી વધીને પછી ઘટવાનું વલણ શરૂ થયું છે. નાગરિકોને સોનાની ખરીદી માટે સોનાની લગડી- ઘરેણાંની ખરીદી, ગોલ્ડ ઇટીએફ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, ડિજીટલ ગોલ્ડ, સોવરીન ગોલ્ડ બોન્ડ, ઇલેક્ટ્રોનિક્સ ગોલ્ડ રિસિપ્ટ જેવા ઓપ્શન છે. આ તમામ વિકલ્પોના જમા અને ઉધાર પાસા પણ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *