રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ પટેલ વાડી નજીક પ્રાઈમ એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં થયેલ રૂપિયા 19 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે લૂંટ કેસમાં 10 દિવસમાં ગુજરાત સહીત 7 રાજ્યોમાં તપાસ હાથ ધરી મદદગારી કરનાર બે આરોપીની ધરપકડ કરી હતી જયારે લૂંટ ચલાવનાર મુખ્ય બે આરોપી નાસ્તા ફરતા હોવાથી આજે 116 દિવસ બાદ આગ્રા ખાતેથી બન્ને આરોપીઓ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી આગળની તપાસ અર્થે બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લૂંટ ચલાવનાર મુખ્ય આરોપીઓ શાતીર મગજના હોવાથી તેઓ પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ નુસખા અપનાવતા હતા જેમાં તેઓ ચોરાઉ વાહનમાં ખોટી નંબર પ્લેટ ઉપયોગ કરી લૂંટને અંજામ આપી હતી એટલું જ નહિ પરંતુ દિલ્લીથી રાજકોટ આવી કોઈ હોટલમાં રોકાવવા બદલે રૂમ રાખીને રહેવા પસંદ કર્યું હતું તેમજ મોબાઈલ લોકેશનથી બચવા માટે ખાસ ડ્રગ પેડલરો જે એપ્લિકેશનનો ઉપયોગ કરતા તે પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. હદ તો ત્યાં સુધી થઇ કે આરોપીઓએ ચોરી કરેલ બાઇકમાં નંબર પ્લેટ તો ખોટી લગાવી પરંતુ તેના એન્જીન નંબર અને ચેસીસ નંબર પણ ભૂંસી નાખ્યા હતા. ગત 30 જુલાઈના રોજ સવારના સમયે થયેલ લૂંટ કેસમાં પોલીસે 10 દિવસમાં પ્રથમ બે આરોપીની ધરપકડ કરી હતી જેમાં એક આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ શેખની બંગાળ ખાતેથી અને પ્રવીણ ખજીઓની મથુરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જયારે ફરાર મુખ્ય બે આરોપી આશમહમદ ઉર્ફે આંસુ ઉર્ફે આસ અયુબ કુરેશી અને વિજયકુમાર સુરેશચંદ્રની આજે 116 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, અગાઉ પકડાયેલ આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ છેલ્લા 3 મહિનાથી રાજકોટમાં રહી સોની બજારમાં મજૂરી કામ કરતો હતો અને અગાઉ તે દિલ્લી ખાતે કામ કરતો ત્યારે આશમહમદ ઉર્ફે આસુ સહીત 3 આરોપીઓ સાથે મુલાકાત થઇ હતી. ગત જુલાઈ મહિનામાં આરોપી આસુએ ફોન કરી રમઝાનઅલી ઉર્ફે રાજુને ત્રણ માણસોને રહેવાની વ્યવસ્થા કરવા માટે અને લૂંટને અંજામ આપવા અંગે વાતચીત કરી હતી જેથી રમઝાનઅલી દ્વારા ભગવતીપરા વિસ્તારમાં આરોપીઓને રોકાવવા માટે એક રૂમ ભાડે કરી આપ્યો હતો જ્યાં રહી આરોપીઓ દ્વારા રાજકોટ અને જામનગરમાં સતત 20 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બાદમાં 30 જુલાઈના રોજ પ્રાઈમ એન્ટરપ્રાઇઝ સૌથી સેફ લાગતા લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓ પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા દિલ્લીથી રાજકોટ આવી હોટલમાં રોકાણ કરે તો આઈડી પ્રુફ આપવું પડે અને સારથી એપમાં પણ પોલીસને માહિતી મળી શકે તે માટે હોટલમાં રહેવાનું ટાળી એક ભાડાની રૂમમાં રહેવા માટે વ્યવસ્થા કરી હતી. એટલું જ નહિ આરોપીઓએ લૂંટને અંજામ આપવા એક ચોરાઉ બાઈકનો ઉપયોગ કર્યો હતો જેમાં નંબર પ્લેટ પણ ખોટી હતી અને એ બાઇકના ચેસીસ અનર એન્જીન નંબર પણ ભૂંસી દેવામાં આવ્યા હતા. આ સિવાય ટેક્નોલોજીના જાણકાર આરોપીઓના મોબાઈલ લોકેશન ન મેળવી શકે એ માટે તેઓ પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા જેનો ઉપયોગ કરવા માત્ર કોઈ સીમકાર્ડની જરૂરિયાત રહેતી ન હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા રાજકોટથી વાંકાનેર થઇ સુરેન્દ્રનગર પહોંચી ટ્રેનમાં દિલ્લી જવા રવાના થયા જુલાઈ મહિનામાં રાજકોટ આવ્યા બાદ આરોપીઓ 20 દિવસ રેકી કરી 30 જુલાઈના સવારે લૂંટને અંજામ આપી રાજકોટના ગ્રીનલેન્ડ ચોક થઇ, કુવાડવા પહોચ્ય હતા જ્યાંથી ખેરવા ગામ તરફ થઇ વાંકાનેર પહોંચ્યા હતા જ્યાંથી પછી પરત થાન, મુળી પહોંચી અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં ચોરી કરેલ બાઈક મૂકી આરોપીઓ દિલ્લી જવા ટ્રેનમાં રવાના થયા હતા. આ તમામ રૂટ પર સીસીટીવી કેમેરા ચેક કરતા કરતા આરોપીઓનું પગેરું પોલીસે મેળવ્યું હતું અને આ પછી પોલીસની એક ટિમ દિલ્લી જવા રવાના થઇ હતી જ્યાં તેઓના સામાન્ય કોલ લોકેશન મળતા ન હતા પરંતુ અન્ય ટેક્નિકલ સોર્સીસનો ઉપયોગ કરી આરોપી જે હોટલમાં રોકાયા હતા ત્યાં પહોંચ્યા હતા પરંતુ હિય પણ આરોપીએ પોતાની ખોયી ઓળખ આપી હતી અને બાદમાં આરોપીઓ મથુરા અને બંગાળ તરફ નાસી છૂટ્યા હતા. પોલીસે હાઇલેવલ ટેક્નિકલ સોર્સીસનો ઉપયોગ કરી આરોપીને ઝડપી પાડ્યા આ કેસમાં આરોપીઓને પકડવા પોલીસને નાકે દમ આવી ગયો હતો કારણ કે આરોપીઓ ટેક્નોલોજીના જાણકાર હતા અને કુખ્યાત હોવાના કારણે પોલીસ પકડથી દૂર રહેવા નુસખા અપનાવતા હતા. આરોપીઓને પકડવા માટે પોલીસે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્લી, ઝારખંડ, મથુરા, પશ્ચિમબંગાળ સહીત 10 જેટલા રાજ્યોમાં રાતદિવસ એક કરી હાઇલેવલ ટેક્નિકલ સોર્સીસનો ઉપયોગ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી વિરુદ્ધ 23 ગુના નોંધાઈ ચુક્યા છે પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી પૈકી આશમહમદ ઉર્ફે આશુ આયુબ કુરેશી વિરૂદ્ધ 23 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં હત્યા હત્યાની કોશિશના 3, લૂંટ તથા આર્મ્સ એક્ટના 18 ગુના અને બે ગુના ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાઈ ચુક્યા છે. જયારે બીજો આરોપી વિજયકુમાર વિરુધ્ધ કુલ 7 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા, હત્યાની કોશિશ, આર્મસ એક્ટ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ચુકી છે.
પોલીસથી બચવા પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા:પ્રાઈમ એન્ટરપ્રાઇઝમાં 19 લાખની લૂંટ કેસમાં 116 દિવસે મુખ્ય બે લૂંટારુઓ આગ્રાથી ઝડપાયા, 20 દિવસ રોકાઈ રાજકોટ અને જામનગરમાં અલગ અલગ જગ્યાએ રેકી કરી'તી
📅 Published: November 23, 2026 |
📂 Category: gujarati-news
