Jio offer : જિયોની હેપ્પી ન્યૂ યર ઓફર, ₹399માં અનલિમિટેડ 4G અને 5G ડેટા

📅 Published: November 24, 2026 | 📂 Category: Business

નવું વર્ષ હજુ આવ્યું નથી પરંતુ જિયો પોતાના ગ્રાહકો માટે નો ડેટા લિમિટ વાળી હેપ્પી ન્યૂ યર ઓફર પહેલાથી જ લઈને આવી ગયું છે. કંપનીએ હેપ્પી ન્યૂ યર 2.0 હેઠળ અનલિમિટેડ 4G અને 5G ડેટા વાળા નવા પ્લાન લોન્ચ કર્યા છે. સૌથી ખાસ વાત એ છે કે ₹399નો નવો ફ્લેગશિપ પ્લાન, જેમાં 28 દિવસ સુધી કોઈપણ ડેટા લિમિટ વગર 4G-5G ઇન્ટરનેટ વાપરી શકાશે. વોઇસ કોલિંગ પણ ફ્રી છે અને દરરોજ 100 SMS મળશે. એટલે કે વીડિયો સ્ટ્રીમિંગ હોય, ગેમિંગ હોય કે સોશિયલ મીડિયા, ડેટા પૂરો થવાનું કોઈ ટેન્શન નથી. જિયોએ પોતાની 10મી વર્ષગાંઠની ઉજવણીને આગળ વધારતા આ ઓફર રજૂ કરી છે.

ક્લાઉડ સ્ટોરેજ જેવા ડિજિટલ બેનિફિટ્સ

જે લોકો દર મહિને રિચાર્જ કરાવવા નથી ઇચ્છતાં તેમના માટે જિયોએ ₹3,999નો વાર્ષિક પ્લાન પણ રજૂ કર્યો છે. એકવાર રિચાર્જ કરાવવાથી સમગ્ર 365 દિવસ સુધી અનલિમિટેડ 4G-5G ડેટા મળશે. તેમાં પણ ફ્રી વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા સામેલ છે. બંને પ્લાનની ખાસિયત એ છે કે તેમાં 4G અને 5G બંને નેટવર્ક પર અનલિમિટેડ ડેટાનો લાભ મળશે. સાથે જ એન્ટરટેઈનમેન્ટ, ડિઝાઇન અને ક્લાઉડ સ્ટોરેજ જેવા ડિજિટલ બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યા છે.

ડેટા બચાવીને રાત્રે છૂટથી ઇન્ટરનેટ વાપરી શકાશે

અન્ય જિયો પ્લાન વાપરનારાઓ માટે પણ ખાસ ઓફર છે. જે યુઝર્સને થોડા સમય માટે વધુ ડેટાની જરૂર પડે છે, તેઓ ₹15 અથવા ₹25નો અનલિમિટેડ 5G એડ-ઓન લઈ શકે છે. ₹15માં એક દિવસ અને ₹25માં બે દિવસ સુધી અનલિમિટેડ 5G ડેટા મળશે. કંપનીના જણાવ્યા અનુસાર આ એડ-ઓનમાં ડાઉનલોડ કે ઉપયોગની કોઈ લિમિટ નહીં રહે અને સ્પીડ થ્રોટલિંગ પણ કરવામાં નહીં આવે. બીજી તરફ મોડી રાત સુધી ગેમિંગ, બિંજ વોચિંગ કે કામ કરનારાઓ માટે ₹50નું નાઈટ ડેટા પેક લાવવામાં આવ્યું છે. તેમાં 28 દિવસ સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અનલિમિટેડ 4G-5G ડેટા મળશે. રાત્રે વપરાતો ડેટા મુખ્ય પ્લાનના ડેટા બેલેન્સમાંથી કપાશે નહીં. એટલે કે દિવસનો ડેટા બચાવીને રાત્રે છૂટથી ઇન્ટરનેટ વાપરી શકાશે.

ફ્લેગશિપ પ્લાનમાં 12 મહિનાનું કેનવા પ્રો સબ્સ્ક્રિપ્શન મળશે

ડિજિટલ બેનિફિટ્સની વાત કરીએ તો ₹399ના ફ્લેગશિપ પ્લાનમાં 12 મહિનાનું કેનવા પ્રો સબ્સ્ક્રિપ્શન મળશે, જેની જણાવવામાં આવેલી કિંમત ₹4,000 છે. સાથે જ જિયોહોટસ્ટાર મોબાઇલ + હોલીવુડ, જિયોટીવી દ્વારા ફેનકોડ, જિયોગેમ્સ મોબાઇલ સબ્સ્ક્રિપ્શન અને જિયોએઆઈક્લાઉડ પર 50 જીબી ફ્રી સ્ટોરેજ મળશે. જસ્ટડાયલ લાઇટ, હાઇપરલોકલ કૂપન અને ડિજિટલ ડાયરી જેવી સુવિધાઓ પણ તેમાં સામેલ છે. બીજી તરફ ₹3,999ના વાર્ષિક પ્લાનમાં 12 મહિનાનું કેનવા પ્રો લાઇટ, જિયોહોટસ્ટાર, ફેનકોડ અને 50 જીબી ક્લાઉડ સ્ટોરેજ જેવા ફાયદા મળશે. ₹399 અને ₹3,999ના નવા પ્લાન 24 નવેમ્બરથી માયજિયો એપ, જિયોની વેબસાઇટ અને દેશભરના જિયો સ્ટોર્સ તેમજ રિટેલર્સ પર રિચાર્જ માટે ઉપલબ્ધ થશે. ₹25નો 5G એડ-ઓન પણ આ જ દિવસે આવશે, જ્યારે ₹15 વાળું પેક પહેલેથી જ ઉપલબ્ધ છે. ₹50નો નાઇટ ડેટા પેક 26 નવેમ્બરથી મળશે.

આ પણ વાંચોઃ Surat News : ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલુ ટેન્કર પલટી મારી ગયું, હટાવવા માટે ટ્રેલર બોલાવુ પડ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *