બાથરૂમની સફાઈ કરતી વખતે લોકો ફર્શ અને ટાઇલ્સ તો ખૂબ ઘસે છે, પરંતુ નળ, શાવર, હેન્ડલ અને અન્ય ફિટિંગ્સ પર ઓછું ધ્યાન આપે છે. ધીમે-ધીમે તેના પર પાણીના સફેદ ડાઘ, સાબુનું પડ અને કાટ જેવા નિશાન પડી જાય છે. આના કારણે મોંઘી ફિટિંગ્સ પણ જૂની અને ગંદી દેખાવા લાગે છે. જોકે તેને ચમકાવવા માટે કલાકો સુધી ઘસવાની કે મોંઘા ક્લીનર ખરીદવાની જરૂર નથી. કેટલીક સરળ ઘરેલુ રીતો અને યોગ્ય ટેકનિકથી થોડી જ મિનિટોમાં બાથરૂમ ફિટિંગ્સની ખોવાયેલી ચમક પાછી મેળવી શકાય છે. તેથી આજે ‘કામના સમાચાર’માં બાથરૂમ ફિટિંગ્સ ચમકાવવાની હેક્સ જણાવીશું. સાથે જ જાણીશું કે- સવાલ- બાથરૂમ ફિટિંગ્સ (નળ, શાવર વગેરે) પર ડાઘ કેમ જામી જાય છે? જવાબ- આનું સૌથી મોટું કારણ પાણી, સાબુ અને ભેજ છે. નહાતી વખતે અને હાથ ધોતી વખતે પાણીનાં ટીપાં નળ, શાવર અને હેન્ડલ પર રહી જાય છે. પાણી સૂકાઈ ગયા પછી તેમાં રહેલા મિનરલ્સ સપાટી પર સફેદ પડ છોડી દે છે. તમામ કારણો ગ્રાફિકમાં જુઓ- હવે આ પોઇન્ટર્સને વિગતવાર સમજો- હાર્ડ વોટર મિનરલ્સ સાબુ-શેમ્પૂના ડાઘ પાણીના ડાઘ સતત ભેજથી લાગતો કાટ ખરાબ મેટલ કોટિંગ નિયમિત સફાઈ ન કરવી ખોટા ક્લીનરનો ઉપયોગ સવાલ- બાથરૂમ ફિટિંગ્સની સફાઈ માટે જરૂરી એસેન્શિયલ્સ કયા છે? જવાબ- કેટલીક મૂળભૂત વસ્તુઓની મદદથી નળ, શાવર, હેન્ડલ અને અન્ય ફિટિંગ્સને સરળતાથી સાફ કરી શકાય છે. આ માટે આ જરૂરી વસ્તુઓ તમારી પાસે રાખો- રબરના ગ્લવ્સ: હાથને ક્લીનર અને ગંદકીથી બચાવવા માટે. માઇક્રોફાઇબર કપડું: ફિટિંગ્સની ધૂળ, પાણીના ડાઘ અને ચાઠા સાફ કરવા માટે. સોફ્ટ સ્પંજ: સાબુ અને ચીકાશનું પડ દૂર કરવા માટે. જૂનું સોફ્ટ ટૂથબ્રશ: નળની કિનારીઓ, જોડાણો અને ખૂણાઓની સફાઈ માટે. લિક્વિડ ડિશવૉશ: હળવી ગંદકી અને સાબુના ડાઘ દૂર કરવા માટે. વ્હાઇટ વિનેગર: હાર્ડ વૉટરને કારણે બનેલા મિનરલ્સના ડાઘ દૂર કરવા માટે. બેકિંગ સોડા: કેટલીક સપાટીઓ પર જામી ગયેલી હઠીલી ગંદકી સાફ કરવા માટે. સ્પ્રે બોટલ: સફાઈનું દ્રાવણ ફિટિંગ્સ પર સમાનરૂપે લગાવવા માટે. સ્વચ્છ પાણી: સફાઈ કર્યા પછી ફિટિંગ્સને સારી રીતે ધોવા માટે. સવાલ- બાથરૂમ ફિટિંગ્સ સાફ કરવાના ઘરેલુ ઉપાયો કયા છે? જવાબ- બાથરૂમ ફિટિંગ્સ પર જામી ગયેલા ડાઘ દૂર કરવા માટે કેટલીક સરળ ઘરેલુ રીતો અપનાવી શકાય છે. તેને ગ્રાફિકમાં જુઓ- સવાલ- ઘરેલુ હેક્સ અપનાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? જવાબ- આ દરમિયાન વિનેગર, બેકિંગ સોડા અથવા તીવ્ર કેમિકલનો ઉપયોગ કરતા પહેલાં મેન્યુફેક્ચરરની સૂચનાઓ જરૂરથી વાંચો. અલગ-અલગ ક્લીનરને ક્યારેય એકબીજા સાથે મિક્સ ન કરો. તમામ સેફ્ટી ટિપ્સ ગ્રાફિકમાં જુઓ- સવાલ- સ્ટેનલેસ સ્ટીલ, ક્રોમ, પિત્તળ અને બ્લેક મેટ ફિનિશવાળી ફિટિંગ્સને સાફ કરવાની ખાસ રીત જણાવો? જવાબ- દરેક પ્રકારની બાથરૂમ ફિટિંગનું કોટિંગ અને મટિરિયલ અલગ હોય છે. તેથી તેને સાફ કરવાની રીત પણ અલગ રાખો. આ મુદ્દાઓથી સમજો- સ્ટેનલેસ સ્ટીલ ક્રોમ ફિનિશ પિત્તળ બ્લેક મેટ ફિનિશ સવાલ- આપણી કઈ ભૂલો અથવા બેદરકારીઓને કારણે બાથરૂમ ફિટિંગ્સ ઝડપથી ગંદી અને ખરાબ થઈ જાય છે? જવાબ- રોજિંદી કેટલીક ભૂલો અને બેદરકારીઓને કારણે બાથરૂમ ફિટિંગ્સ ઝડપથી ગંદી અને ખરાબ થવા લાગે છે, જેમ કે- સવાલ- સફાઈ પછી લાંબા સમય સુધી ફિટિંગ્સની ચમક જાળવી રાખવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- સફાઈ પછી કેટલીક નાની-નાની આદતો અપનાવીને બાથરૂમ ફિટિંગ્સની ચમક લાંબા સમય સુધી જાળવી શકાય છે. સવાલ- નળના મોઢા એટલે કે એરેટરમાં ગંદકી અથવા સફેદ પડ જામી જાય તો તેને કેવી રીતે સાફ કરવું? જવાબ- તેને સાફ કરવા માટે આ રીતો અપનાવો- પ્રશ્ન- જો નળ પર વારંવાર હાર્ડ વોટરની સફેદ પરત જામી જાય તો શું કરવું? જવાબ- આ માટે કેટલાક ઉપાયો અપનાવી શકાય છે- ધ્યાન રાખો- હાર્ડ વોટરની સમસ્યાનો કાયમી ઉકેલ પાણીની હાર્ડનેસ ઘટાડવાનો છે. માત્ર નળ સાફ કરવાથી સફેદ પડ ફરીથી જમા થઈ શકે છે. સવાલ- બાથરૂમ ફિટિંગ્સને કેટલા દિવસે સાફ કરવા જોઈએ? જવાબ- સામાન્ય રીતે આ રૂટિન અપનાવી શકો છો- દરરોજ: નળ અને શાવરને સૂકા કપડાથી લૂછી લો. દર 3-4 દિવસે: સાબુ અને પાણીના હળવા ડાઘ સાફ કરો. અઠવાડિયામાં એક વાર: તમામ ફિટિંગ્સની સારી રીતે સફાઈ કરો. દર 15-30 દિવસે: એરેટર અને શાવર હેડ તપાસો. જરૂરિયાત મુજબ સફાઈ કરો. દર 2-3 મહિને: ફિટિંગ્સના ખૂણાઓ અને છુપાયેલા ભાગોની ઊંડાણપૂર્વક સફાઈ કરો. ******************** ગ્રાફિક્સ- મહેન્દ્ર વર્મા
બાથરૂમના નળ-શાવરને કેવી રીતે ચમકાવશો?:ડાઘ દૂર કરવાની 5 સરળ ઘરગથ્થુ ટિપ્સ; સફાઈ કરતી વખતે રાખો 10 જરૂરી સાવચેતીઓ રાખો
📅 Published: November 25, 2026 |
📂 Category: Lifestyle
