Ahmedabad: ફ્લાવર શોના ટિકિટ દર ₹80-100થી વધારીને ₹120-150 કરવા તૈયારી, જાણો પાછલા વર્ષોનો ખર્ચ અને મુલાકાતીઓના આંકડા

📅 Published: November 25, 2026 | 📂 Category: gujarati-news

વર્ષ-2026માં જાન્યુઆરી મહિનાના આરંભે અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શોનું રંગેચંગે આયોજન કરવા માટે મ્યુનિસિપલ ગાર્ડન વિભાગ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક અને તેની બાજુમાં આવેલા રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર અને લંબાવીને પાલડીના બ્રિજ સુધી ફ્લાવર શો યોજાઈ શકે છે. ફ્લાવર શોના આયોજનનું આ 15મું વર્ષ છે, જેના માટે ટિકિટના દર ₹80-100થી વધારીને ₹120-150 કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

સોમથી શુક્રવાર ₹120 અને શનિ-રવિ તથા જાહેર રજાના દિવસે ₹150 ટિકિટ દરની દરખાસ્ત

વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફ્લાવર શો જોવા માંગતા મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રતિ વ્યક્તિ ₹120 અને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે પ્રતિ વ્યક્તિ ₹150 ટિકિટ દર રાખવા મંજૂરી માંગતી દરખાસ્ત 27 નવેમ્બરના રોજ મળનારી AMCની રિક્રિએશન કમિટીની બેઠક સમક્ષ રજૂ કરવામાં આવી છે. અગાઉ વર્ષ-2025માં સોમથી શુક્રવાર દરમિયાન પ્રતિ વ્યક્તિ ₹80 અને શનિ-રવિ તથા જાહેર રજાના દિવસે ₹100 ટિકિટ દર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફ્લાવર શોની સાથે મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ શકે તે માટે કોમ્બો ટિકિટ આપવાનું આયોજન પણ વિચારણા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

વર્ષ-2026ના ફ્લાવર શો માટે ₹21થી 22 કરોડનો ખર્ચ; ક્યાં-કેટલો ખર્ચ કરાશે?

અત્યાર સુધી ફ્લાવર શોના આયોજનમાં આ વર્ષે અંદાજે ₹21થી 22 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જે પૈકી મુખ્ય ખર્ચ નીચે મુજબ રહેશે.

થીમ આધારિત સ્કલ્પચર ઈન્સ્ટોલેશન: ₹12 કરોડ

દેશી-વિદેશી ફૂલ-છોડ અને ગાર્ડનિંગ: ₹8 કરોડ

કયા વર્ષમાં કેટલો ખર્ચ અને મુલાકાતીઓ (અગાઉના વર્ષોના આંકડા):

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર શોના ખર્ચ અને મુલાકાતીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વધારો જોવા મળ્યો છે (વર્ષ-2013માં ખર્ચ ₹1.7 કરોડ સુધી પહોંચ્યો હતો):

વર્ષ ખર્ચ (કરોડમાં) કુલ મુલાકાતી (લાખમાં) ટિકિટ અને અન્ય આવક (કરોડમાં)
2023 ₹3.75 9.9 ₹3.4
2024 ₹11.34 9.7 ₹3.65
2025 ₹13.09 9.3 ₹11.54
2026 ₹21 9.5 ₹10

બોડકદેવનો પબ્લિક પાર્ક ‘ધ ગ્રીન સ્ટ્રો ફાઉન્ડેશન’ને રિડેવલપ કરવાની દરખાસ્ત

કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની બેઠકમાં બોડકદેવ વોર્ડમાં આવેલો સાંદીપની પબ્લિક પાર્ક, જે અગાઉ જી.સી.એમ.એમ.એફ. (ગુજરાત કો.ઓ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.)ને જાળવણી માટે આપવામાં આવ્યો હતો, તે ફાળવણી રદ કરીને ધ ગ્રીન સ્ટ્રો ફાઉન્ડેશનને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ રિડેવલપ કરી પાંચ વર્ષના મેઈન્ટેનન્સ માટે આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:UP Election: કોંગ્રેસ સાથે સીટ શેરીંગની ચર્ચા વચ્ચે સપાએ જાહેર કરી દીધાં પાંચ ઉમેદવાર



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *