Suratમાં આવકવેરા કર્મચારી ફેડરેશન અને ઓફિસર્સ એસોસિએશનના સંયુક્ત ધરણાં

📅 Published: November 26, 2026 | 📂 Category: Surat

સુરત માં 12 માંગણી ને લઈને આવકવેરા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા છે. આવકવેરા કર્મચારી ફેડરેશન અને ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ વિરોધ પ્રદર્શન હાથ ધરાયું છે. આ માંગણીઓમાં કેડર રિવ્યુ અને રિસ્ટ્રક્ચરિંગ ની દરખાસ્તને આખરી સ્વરૂપ આપવા, નોન-ગેઝેટેડ ભરતી નિયમોમાં સુધારો કરી પ્રમોશન માટે જગ્યાઓ ફાળવવા તેમજ 2014 થી 2018 બેચના PR IRS અધિકારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સામેલ છે.

કેડર રિવ્યુ, ICT નીતિ, સિનિયોરિટી લિસ્ટ અને પ્રમોશનની રજૂઆત

આ ઉપરાંત 01.01.2014 થી ITO ની ઓલ ઈન્ડિયા સિનિયોરિટી લિસ્ટ પ્રસિદ્ધ કરવા, ઇન્ટર ચાર્જ ટ્રાન્સફર (ICT) નીતિ ફરીથી લાગુ કરવા, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) ના નિયમોમાં જરૂરી સુધારા કરવા તેમજ સર્વિસ લિટિગેશનના ચુકાદાઓના અમલ અને ACIT/DCIT ગ્રેડમાં શુદ્ધિપત્ર જારી કરવાની રજૂઆત કરાઈ છે.

ITBA માં ફરજો, વિભાગીય લેપટોપ અને DEO આઉટસોર્સિંગ બંધ કરવા માગ

કર્મચારીઓ અને અધિકારીઓએ ITBA માં તમામ નોન-ગેઝેટેડ કર્મચારીઓને ફરજો સોંપવા અને વિભાગીય લેપટોપ આપવાની માંગ કરી છે. સાથે જ વારંવારના બિનજરૂરી રિપોર્ટિંગ અને કૃત્રિમ સમયમર્યાદા બંધ કરવા તેમજ DEO સહિતની નિયમિત કામગીરીનું આઉટસોર્સિંગ બંધ કરવાની મુખ્ય માંગ મૂકવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *