ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક્શન મોડમાં છે અને તેમણે દુનિયાના અનેક દેશો પર ટેરિફ બોમ્બ વરસાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે, આ વખતે પણ એક ડઝનથી વધુ દેશોની હિટ લિસ્ટમાં ટ્રમ્પના નિશાના પર સૌથી ઉપર ચીન છે, પરંતુ ભારત માટે તેમણે ડબલ ગેમ રમી છે. તેનું કારણ એ છે કે અમેરિકાના પ્રસ્તાવિત ટેરિફમાં ભારત પર ડીલ થાય તો 17% અને ડીલ ન થાય તો 25% ટેરિફ લાદવાની તૈયારી છે. એક્સપર્ટ્સ તેના પાછળનું મોટું કારણ India-US ટ્રેડ ડીલને ગણાવી રહ્યા છે, જે લાંબા સમયથી અટવાયેલી છે. ભારત માટે ટેરિફ ફરી પડકાર ટેરિફ ફરી એકવાર ભારત સામે પડકાર બન્યું છે, કારણ કે તેમના એડમિનિસ્ટ્રેશને ડ્યુઅલ-રેટ ટેરિફ ફ્રેમવર્કનો પ્રસ્તાવ મૂક્યો છે. તેને સરળ શબ્દોમાં સમજીએ તો, ભારત-US ટ્રેડ ડીલ પર જો સમજૂતી થઈ જાય, તો ભારત પર 17% ટેરિફ લાગશે, પરંતુ કોઈ બાઈલેર્ટલ ટ્રેડ એગ્રીમેન્ટ વિના ભારતીય એક્સપોર્ટ પર અમેરિકા 25% સુધીનો ટેરિફ લાદી શકે છે. ટેરિફ બન્યું ટ્રમ્પનું હથિયાર યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ની ઓફિસે માર્ચ 2026માં શરૂ થયેલી તપાસ બાદ દુનિયાના 14 દેશોને નિશાન બનાવીને નવા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં ભારત, ચીન, જાપાન સહિત અન્ય દેશો સામેલ છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) અનુસાર, પ્રસ્તાવિત સેક્શન 301 ટેરિફનો હેતુ સ્પષ્ટપણે સ્ટ્રક્ચરલ ઇન્ડસ્ટ્રિયલ ઓવરકેપેસિટીને સુધારવાનો છે અને તે એક અલગ કાનૂની ફ્રેમવર્ક હેઠળ અમેરિકાની રિસિપ્રોકલ ટેરિફ સિસ્ટમને ફરી અસરકારક રીતે શરૂ કરે છે. ટ્રમ્પ ટેરિફના આ નવા ફ્રેમવર્ક હેઠળ, ટ્રેડ એગ્રીમેન્ટ વિનાના દેશોને વધુ બેઝલાઇન ડ્યૂટીનો સામનો કરવો પડશે, જ્યારે જે દેશો ટેરિફના ભયને કારણે અમેરિકા સાથે એગ્રીમેન્ટ કરવા તૈયાર થઈ જાય છે, એવા દેશો પર ઓછો ટેરિફ રેટ લાગી શકે છે. ટેરિફમાં 8 ટકાના તફાવતથી ભારત પર શું અસર ભારત માટેના ટેરિફ પ્રસ્તાવમાં 8%ના તફાવતને સમજીએ તો, તે ભારતને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર વાટાઘાટો પૂર્ણ કરવા માટે નાણાકીય લાભ આપે છે, જોકે વોશિંગ્ટનને ટ્રેડમાં છૂટ આપવાના સંભવિત આર્થિક ખર્ચ અંગે ચિંતાઓ પણ સામે આવી રહી છે. ભારત માટે, બે પ્રસ્તાવિત ટેરિફ રેટ વચ્ચેનો તફાવત એક્સપોર્ટર્સ પર મોટી અસર પાડી શકે છે. જ્યાં 1,00,000 ડોલરની કિંમત ધરાવતા એક શિપમેન્ટ પર 25% ટેરિફ 25,000 ડોલરની ડ્યૂટીમાં બદલાઈ જશે, જ્યારે પ્રસ્તાવિત ડીલ રેટ હેઠળ 17,000 ડોલરની ડ્યૂટી લાગશે. જોકે, આ ગણતરીમાં ટેક્સેબલ વેલ્યુ અને હાલની તથા અન્ય લાગુ પડતી ડ્યૂટી સામેલ નથી. ભારતને માર્જિન, પરંતુ આ નુકસાન ભારતનો પ્રસ્તાવિત 17% ડીલ રેટ અનેક કોમ્પિટિટર મેન્યુફેક્ચરિંગ ઇકોનોમીની સરખામણીએ થોડો હેડલાઇન ટેરિફ લાભ આપે છે, કારણ કે બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ પર 18%નો પ્રસ્તાવિત ડીલ રેટ છે, જ્યારે વિયેતનામ અને ચીન પર 20% લાગુ થશે. GTRIએ દલીલ કરી છે કે માર્જિનલ ટેરિફ લાભ ભારતને એગ્રીમેન્ટ કરવા માટે મજબૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, આ પ્રસ્તાવ સ્વીકારવાથી ભારતને નુકસાન પણ થઈ શકે છે. હકીકતમાં, ઓછો ટેરિફ એક્સપોર્ટર્સને તાત્કાલિક રાહત આપી શકે છે, પરંતુ તેની મોટી આર્થિક અસર વોશિંગ્ટનના માર્કેટ એક્સેસ અને નીતિમાં મળતી છૂટ પર નિર્ભર રહેશે. આ ઉપરાંત, દેશો એકતરફી વેપાર છૂટ આપીને ઓછી ડ્યૂટી મેળવી શકે છે, પરંતુ જે ઇન્ડસ્ટ્રિયલ કેપેસિટીના કારણે તપાસ શરૂ થઈ હતી તેના પર ધ્યાન ન આપી શકે. GTRIએ એવી પણ ચેતવણી આપી છે કે ગ્રેહામ ટેરિફનો 100% સુધીનો સંભવિત ખતરો ભારત માટે અનિશ્ચિતતાનું વધુ એક કારણ બની રહ્યો છે. ભારત-US ડીલમાં અત્યાર સુધી શું થયું? ભારત-અમેરિકા ડીલ અંગે વાતચીતનો સિલસિલો 13 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થયો હતો અને હજુ સુધી અંતિમ સ્વરૂપ મેળવી શક્યો નથી. આ ડીલનો હેતુ 2030 સુધીમાં India-US ડીલને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે. બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હતું, પરંતુ એપ્રિલમાં ટ્રમ્પે પહેલીવાર ટેરિફ બોમ્બ ફોડ્યો અને એગ્રી તથા ડેરી પ્રોડક્ટ્સને લઈને એવો ગૂંચવણભર્યો મુદ્દો ઊભો થયો કે ડીલ આગળ વધી શકી નહીં. 2026ના ફેબ્રુઆરીમાં ફરી એકવાર ટ્રેડ ડીલ પર વાતચીત આગળ વધી અને બંને દેશોએ વચગાળાના વેપાર કરારનું ફ્રેમવર્ક જાહેર કર્યું, જેમાં US ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવ્યો. એ જ મહિને સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફને અમાન્ય ઠેરવ્યો, જેના કારણે ફરી ડીલ અટકી ગઈ. ત્યારબાદ અમેરિકાએ ઇન્ડસ્ટ્રિયલ કેપેસિટીને લઈને તપાસ શરૂ કરી અને તેના સંદર્ભમાં હવે નવો ટેરિફ પ્રસ્તાવ જાહેર કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી 'ડબલ ગેમ' રમી:ભારત પર 17% ટેરિફ લાગશે કે 25%? અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા દબાણ; સમજો ફાયદા-નુકસાન
📅 Published: November 26, 2026 |
📂 Category: International
