TATA Trusts પહોંચ્યુ બોમ્બે હાઇકોર્ટ, ચંદ્રશેખરનના ત્રીજા ટર્મ પર રોકની માગ

📅 Published: November 26, 2026 | 📂 Category: Business

ટાટા ગ્રુપમાં એક મોટો વિવાદ ઊભો થયો છે. ટાટા ટ્રસ્ટે બોમ્બે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે. ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સમાં 66% હિસ્સો છે. આ વિવાદ ટાટા સન્સના ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની ત્રીજી મુદત માટેની નિમણૂકને લગતો છે 17 સપ્ટેમ્બરે યોજાયેલી બોર્ડ મીટિંગમાં ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

નોએલ ટાટાએ કર્યો હતો વિરોધ 

નોંધનીય છે કે આ પ્રસ્તાવના સંદર્ભમાં, ટ્રસ્ટના એક ડાયરેક્ટર નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યો હતો, જ્યારે વેણુ શ્રીનિવાસને તેને સમર્થન આપ્યું હતું. મતોની સંખ્યા સમાન થઈ જતાં, હરીશ મનવાનીએ ‘કાસ્ટિંગ વોટ’ (નિર્ણાયક મત)નો ઉપયોગ કરીને પ્રસ્તાવ પસાર કરાવ્યો હતો. ટાટા ટ્રસ્ટ્સનું કહેવું છે કે આ નિયમોની વિરુદ્ધ છે; આર્ટિકલ 121 મુજબ, ટ્રસ્ટના બંને ડાયરેક્ટરોની સંમતિ આવશ્યક છે અને આ બાબતનો ઉકેલ ‘કાસ્ટિંગ વોટ’ દ્વારા લાવી શકાય નહીં. પરિણામે, ટાટા ટ્રસ્ટ્સે કોર્ટને વિનંતી કરી છે કે આ નિર્ણયને રદ કરવામાં આવે અને 30  નવેમ્બરે યોજાયેલી બોર્ડ મીટિંગમાં લેવાયેલા કોઈપણ મહત્વપૂર્ણ ઠરાવો પર રોક લગાવવામાં આવે.

દરેક ડિરેક્ટર પાસેથી ₹65 કરોડના નુકસાનની વળતર રકમની માંગ

ટાટા ટ્રસ્ટે દરેક ડિરેક્ટર પાસેથી ₹65 કરોડના વળતરની સાથે 18% વ્યાજની માંગ કરી છે. 30 નવેમ્બરે યોજાનારી બેઠકમાં ટાટા સન્સના લિસ્ટિંગ (શેરબજારમાં સૂચિબદ્ધ થવા) અંગે પણ ચર્ચા થવાની છે. જે પ્રસ્તાવ સામે નોએલ ટાટાએ વાંધો ઉઠાવ્યો છે. તેમની અરજીઓમાં બંને ટ્રસ્ટોએ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ પાસેથી રૂ. 50 કરોડ અને આરડી ટાટા ટ્રસ્ટ પાસેથી રૂ. 15 કરોડના નુકસાનની માગણી કરી છે.

નોએલ ટાટાએ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ વિરુદ્ધ કર્યુ હતુ મતદાન 

ટાટા સન્સના બોર્ડમાં ટાટા ટ્રસ્ટના બે ડિરેક્ટર્સ નોએલ ટાટા અને વિનુ શ્રીનિવાસન છે. 17 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં નોએલ ટાટાએ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે વિનુ શ્રીનિવાસને સમર્થનમાં મતદાન કર્યું હતું. ટ્રસ્ટ્સનું કહેવું છે કે કંપનીના AoA હેઠળ, ટાટા ટ્રસ્ટ્સ દ્વારા નોમિનેટ કરાયેલા મોટાભાગના ડિરેક્ટર્સનું સમર્થન ફરજિયાત હતું. આવી સ્થિતિમાં બોર્ડમાં હાજર રહેલા ડિરેક્ટરોની કુલ સંખ્યાના આધારે જ નિર્ણય લઈ શકાય નહીં.

20 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા નિવેદનમાં, ટ્રસ્ટોએ પણ આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી અને કહ્યું હતું કે આ પ્રસ્તાવ કાયદેસર રીતે પસાર થયો નથી અને તેની કોઈ કાનૂની અસર નથી. ટ્રસ્ટોના જણાવ્યા મુજબ, 17 સપ્ટેમ્બરથી, આ મુદ્દે કંપનીને ઘણી વખત પત્રો લખવામાં આવ્યા હતા, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં, બંને ટ્રસ્ટોએ બુધવારે રાત્રે હાઇકોર્ટનો સંપર્ક કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

30મી નવેમ્બરે બોર્ડની મોટી બેઠક યોજાશે

આ મામલે તાત્કાલિક રાહત તરીકે, ટ્રસ્ટોએ માંગ કરી છે કે 30 નવેમ્બરે યોજાનારી બોર્ડની બેઠકમાં બોર્ડમાં નોમિનેટ કરાયેલા ડિરેક્ટરો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ હોય તો ચેરમેનને કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરતા અટકાવવામાં આવે.

નોંધનીય છે કે નોએલ ટાટાના નેતૃત્વમાં ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો ધરાવે છે. આવી સ્થિતિમાં એન ચંદ્રશેકરનની પુનઃનિયુક્તિને લઈને શરૂ થયેલો વિવાદ હવે બોમ્બે હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સમાં 66% હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો:  Coriander Chutney: કોથમીરની ચટણી કેટલા દિવસ સારી રહે છે ? જાણો સિક્રેટ રેસિપી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *