India A vs Sri Lanka A Semi Final: વૈભવ સૂર્યવંશી ફરી ફટકારશે 200 રન? જાણો મેચનો સમય અને લાઇવ સ્ટ્રીમિંગ

📅 Published: November 26, 2026 | 📂 Category: cricket

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં આજે ભારત A અને શ્રીલંકા A વચ્ચે નિર્ણાયક સેમિફાઇનલ મેચ રમાશે. આ મુકાબલો આજે, 26 નવેમ્બરના રોજ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યાં તેનો સામનો પાકિસ્તાન A અને બાંગ્લાદેશ A વચ્ચેના બીજા સેમિફાઇનલના વિજેતા સામે 29 નવેમ્બરે થશે. નોકઆઉટ મુકાબલો હોવાથી કોઈપણ ભૂલ ટીમ ઈન્ડિયા માટે ભારે પડી શકે છે.

સૌની નજર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર

સૌની નજર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર ટકેલી છે, જેણે UAE સામેની મેચમાં માત્ર 53 બોલમાં 204 રનની તોફાની ઇનિંગ રમીને લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી અને 19 છગ્ગા સાથે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો. નેપાળ સામે 26 અને પાકિસ્તાન A સામે 11 રન બનાવ્યા બાદ વૈભવે શાનદાર વાપસી કરી હતી અને અત્યાર સુધી ત્રણ મેચમાં કુલ 241 રન કર્યા છે.

બપોરે 3:30 વાગ્યે મહામુકાબલો

બેટિંગ હરોળમાં કેપ્ટન તિલક વર્માએ પાકિસ્તાન A સામે સદી (100 રન) ફટકારીને ફોર્મ બતાવ્યું છે, જોકે UAE સામે તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. બીજી તરફ, અભિષેક શર્માએ પાકિસ્તાન સામે 70 રન બનાવ્યા બાદ અન્ય મેચોમાં ખાસ પ્રદર્શન કર્યું નથી અને ત્રણ ઇનિંગ્સમાં કુલ 91 રન નોંધાવ્યા છે, જ્યારે પ્રભસિમરન સિંહ UAE સામે માત્ર 3 રન પર આઉટ થયો હતો. બોલિંગમાં પ્રિન્સ યાદવ અને હર્ષિત રાણા અત્યાર સુધી 7-7 વિકેટ ઝડપીને ભારતીય આક્રમણની આગેવાની કરી રહ્યા છે. ક્રિકેટચાહકો ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક મારફતે આ સેમિફાઇનલ મેચનું સીધું પ્રસારણ જોઈ શકશે, જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર સોની લિવ એપ અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ દુનિયામાં સૌથી વધુ સોનું ગીરવે મૂકવામાં નંબર 1 પર છે આ દેશ, જાણીને તમે પણ કહેશો સાચી વાત….


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *