'ગેરકાયદે કૃત્ય કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા અપાશે તો અરજીઓ આવ્યા કરશે':નાસિરનગર ડીમોલીશન મામલે HCમાં સુનાવણી, કમિશનર- સ્ટે. ચેરમેને કરી છે ડિવિઝન બેન્ચ સમક્ષ અરજી

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

સુરતના નાસિરનગર ડિમોલીશન મામલે કોર્ટમાં SMC દ્વારા ડિમોલિશનના અસરગ્રસ્તોને મકાન આપવામાં ફરી જવાના વલણને ધ્યાને લેતા SMC કમિશ્નર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બીજી વખત 27 નવેમ્બરે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવા સિંગલ જજે હુકમ કર્યો છે.બંને સામે ક્રિમીનલ કન્ટેમ્પ્ટ કેમ દાખલ ન કરવી તે મુદ્દે પણ સિંગલ જજે જવાબ માગ્યો છે. ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સિંગલ જજના હુકમ સામે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી છે. જેના પર આજે સુનાવણી ચાલી રહી છે. અરજદારના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, જ્યારે કોર્ટ ઓફિસર તેમના વતી કોર્ટમાં રજૂઆત કરતા હોય તો તેમને બોલાવવાની જરુર નહીં. ગેરકાયદેસર કૃત્ય કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે તો કોર્ટમાં સતત આવી અરજીઓ આવ્યા કરશે. અરજદારના વકીલ તરફથી રજૂઆત
અપીલમાં અરજદારનું કહેવું કે, જ્યારે કોર્ટ ઓફિસર તેમના વતી કોર્ટમાં રજૂઆત કરતા હોય તો તેમને બોલાવવાની જરૂર નહીં. બનાવ બન્યો ત્યારે અલગ કમિશનર અને અલગ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, હવે બંને વ્યક્તિઓ નવા છે. આ ઘટનામાં કોર્પોરેશનના 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને મ્યુનિસિપલ કમિશ્નરનું ટ્રાન્સફર કરીને તપાસ ચાલી રહી છે.હજુ સુધી તપાસનો રીપોર્ટ આવ્યો નથી. હોદ્દેદારો અને અધિકારીઓની હાજરી વગર પણ મેટર ચાલી શકે છે. ‘ગેરકાયદે કૃત્ય કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા અપાશે તો આવી અરજીઓ આવ્યા કરશે’
અરજદારના વકીલે વધુમાં રજૂઆત કરતા જણાવ્યું કે, SMCની ચૂંટાયેલી બોડીએ નાસિરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવા નિર્ણય કર્યો હોય તો તેની વિરુદ્ધ અધિકારીઓ પણ જઈ શકે નહીં, તેઓની સામે કન્ટેમ્પ્ટ દાખલ કરી શકાય નહીં. નાસિરનગરના અસરગ્રસ્તોના મકાન રોડ લાઇન ઉપર ગેરકાયદેસર આવેલ હતા, તેમાં નોટિસ નહીં આપીને પણ તોડવામાં આવ્યા હોત તો પણ તેને ગેરકાયદેસર કૃત્ય કહી શકાય નહીં. ગેરકાયદેસર કૃત્ય કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે તો કોર્ટમાં સતત આવી અરજીઓ આવ્યા કરશે. નાસીરનગરના અસરગ્રસ્તો તરફથી રજૂઆત
સામે નાસીર નગરના અસરગ્રસ્તો વતી રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓને વૈકલ્પિક વ્યવસ્થા અપાવાની બાબતે SMC વારંવાર પોતાનું વલણ બદલી રહ્યું હોવાથી કોર્ટે બંનેને બોલાવ્યા છે, તેમની સામે કન્ટેમ્પ્ટ કેમ દાખલ ન કરવી તેમ પૂછ્યું છે.આ જમીન સરકારની નહીં પણ પ્રાઇવેટ વ્યક્તિની છે.એક બિલ્ડર દ્વારા સપૂર્ણ કાવતરું કરીને ડિમોલિશન કરાવડાવવામાં આવ્યું છે. સિંગલ જજે પ્રાથમિક દ્રષ્ટિએ આ વાત ધ્યાને લીધી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *