1થી 5 વર્ષના બાળકને શું ખવડાવવું?:વિકાસ યોગ્ય છે કેવી રીતે જાણી શકાય? 2 વર્ષ સુધી ખાંડ-મીઠું ન આપો, ડૉક્ટર પાસેથી જાણો હેલ્ધી ફૂડ લિસ્ટ

📅 Published: November 27, 2026 | 📂 Category: Lifestyle

‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વે’ (NFHS-6) મુજબ, દેશમાં 5 વર્ષથી ઓછી ઉંમરનાં 29.3% બાળકો સ્ટન્ટેડ છે. એટલે કે તેમની લંબાઈ ઉંમરના પ્રમાણમાં ઓછી છે. તો, 31.8% બાળકો અન્ડરવેટ છે. એટલે કે તેમનું વજન ઉંમરના પ્રમાણમાં ઓછું છે. આ સમસ્યાઓનું એક મુખ્ય કારણ પોષણની ઉણપ છે. માતાપિતાના મનમાં ઘણીવાર એ પ્રશ્ન રહે છે કે બાળકને કઈ ઉંમરે શું અને કેટલું ખવડાવવું જોઈએ, જેથી તેનો વિકાસ યોગ્ય રીતે થઈ શકે. આથી આજે ‘કામના સમાચાર’માં બાળકોની ન્યુટ્રિશન ગાઇડલાઇન્સ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. રાજેશ પાઠક, સિનિયર કન્સલ્ટન્ટ, પીડિયાટ્રિક મેડિસિન, નિયોનેટોલોજી, નારાયણા હોસ્પિટલ, જયપુર સવાલ- પુખ્ત વયના લોકોની સરખામણીએ બાળકો માટે યોગ્ય પોષણ વધુ જરૂરી કેમ છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- વધતી ઉંમરમાં બાળકોને કયા પોષક તત્ત્વોની સૌથી વધુ જરૂર હોય છે? જવાબ- આ દરમિયાન બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અનેક પોષક તત્ત્વો જરૂરી હોય છે. વિગતો નીચેના ગ્રાફિકમાં જુઓ- સવાલ- ખરાબ ડાયટની બાળકના વિકાસ પર શું અસર પડી શકે છે? જવાબ- સંતુલિત ડાયટ ન મળવાથી બાળકના શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરતી માત્રામાં મળી શકતા નથી. તેની અસર બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે, જેમ કે- પ્રશ્ન- બાળકની ખાવાની થાળીમાં શું-શું હોવું જોઈએ? જવાબ- તેમાં ફળો-શાકભાજી, પ્રોટીન અને અનાજ સંતુલિત માત્રામાં હોવા જોઈએ. તેનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, તેની વિગત ગ્રાફિકમાં જુઓ- ધ્યાન રાખો: ખોરાકની માત્રા બાળકની ઉંમર, ભૂખ અને શારીરિક પ્રવૃત્તિ અનુસાર બદલાઈ શકે છે. પ્રશ્ન- ઉંમર અનુસાર બાળકના દૈનિક આહારમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ? જવાબ- ઉંમર વધવાની સાથે બાળકોની પોષણ સંબંધિત જરૂરિયાતો પણ બદલાય છે. તેથી તેમના દૈનિક આહારમાં આ બાબતોનું ધ્યાન રાખો- 1થી 3 વર્ષનાં બાળકોનો ફૂડ ચાર્ટ એક વર્ષથી લઈને 3 વર્ષ સુધીનાં બાળકોના આહારમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ, તે નીચેના ગ્રાફિકમાં જુઓ- 4-10 વર્ષના બાળકોનો ફૂડ ચાર્ટ આ ઉંમરે બાળકો શાળાએ જાય છે, રમે છે અને અનેક પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ કરે છે. તેથી તેમના આહારમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન સાથે પૂરતું ફાઇબર પણ હોવું જોઈએ. આ ઉંમરના આહારને નીચેના ગ્રાફિકમાં જુઓ- 11-15 વર્ષના કિશોરોનો ફૂડ ચાર્ટ કિશોરાવસ્થામાં બાળકોના શરીરમાં ઘણા મોટા ફેરફારો થાય છે. આ દરમિયાન ઊંચાઈ વધે છે, સ્નાયુઓનો વિકાસ થાય છે અને હોર્મોનલ ફેરફારો પણ આવે છે. ખાસ કરીને છોકરીઓના માસિક શરૂ થવાને કારણે આયર્નની જરૂરિયાત વધી જાય છે. તેથી આ ઉંમરે પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન D અને B12થી ભરપૂર ખોરાકને ડાયટમાં જરૂર સામેલ કરો. આ ઉંમરની ડાયટ નીચે આપેલા ગ્રાફિકમાં જુઓ- સવાલ- બાળકોને કયા હેલ્ધી સ્નેક્સ ખવડાવવા? જવાબ- સ્નેક્સમાં એવા વિકલ્પો પસંદ કરો, જે સ્વાદની સાથે પોષણ પણ આપે, જેમ કે- સવાલ- શું નાના બાળકોને ખાંડ આપી શકાય? કઈ ઉંમરે કેટલી ખાંડ આપવી યોગ્ય છે? જવાબ- અમેરિકન એકેડેમી ઑફ પીડિયાટ્રિક્સ (AAP) મુજબ, 2 વર્ષથી નાની ઉંમરના બાળકોને મીઠું અને એડેડ શુગર (ખાવામાં અલગથી ઉમેરવામાં આવેલી ખાંડ) આપવું જોઈએ નહીં. ડૉ. રાજેશ પાઠક પણ બે વર્ષની ઉંમર સુધી બાળકને ખાંડ અને મીઠું આપવાની મનાઈ કરે છે. જ્યારે, 2 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને દિવસ દરમિયાન 25 ગ્રામથી વધુ એડેડ શુગર આપવું જોઈએ નહીં. આ લગભગ 6 નાની ચમચી ખાંડ જેટલું છે. સવાલ- બાળકનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં, તે કેવી રીતે જાણી શકાય? જવાબ- આ માટે ઉંમર અનુસાર બાળકની ઊંચાઈ, વજન અને તેમાં સમય સાથે થતા ફેરફારોને જોવું જરૂરી છે. નીચેના ગ્રાફિકમાં છોકરા અને છોકરી બંને માટે ઉંમરના પ્રમાણમાં વજન અને ઊંચાઈ દર્શાવવામાં આવી છે. બાળકનો વિકાસ તપાસવા માટે હંમેશાં આ ચાર્ટનો સંદર્ભ લો. સવાલ- જો બાળક ફળ-શાકભાજી ખાવાની ના પાડે તો શું કરવું? જવાબ- આવા સંજોગોમાં બાળક પર ખાવાનું દબાણ ન લાવો. તેને ધીમે-ધીમે અલગ-અલગ સ્વાદ અને બનાવટથી પરિચિત કરાવો. આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો- વારંવાર ખવડાવવાનો પ્રયાસ કરો: જો બાળક પહેલી વાર ના પાડે તો થોડા દિવસો પછી એ જ ફળ અથવા શાકભાજી ફરીથી આપો. અલગ રીતે પીરસો: શાકભાજીનો પરાઠો, ચીલો, સૂપ અથવા કટલેટ બનાવીને આપી શકો છો. પસંદના ભોજન સાથે આપો: બાળકની મનપસંદ વાનગીમાં થોડું શાકભાજી ઉમેરો. રંગબેરંગી ફળો આપો: અલગ-અલગ રંગ અને આકારનાં ફળોને આકર્ષક રીતે કાપીને પીરસો. તમે પણ ખાઓ: માતા-પિતાને ફળો અને શાકભાજી ખાતા જોઈને બાળકો પણ તે ખાવા માટે પ્રેરાઈ શકે છે. ખાવાનું બનાવવામાં સામેલ કરો: બાળકને ફળો ધોવા, શાકભાજી પસંદ કરવા અને પ્લેટ સજાવવા જેવા કામોમાં સામેલ કરો. તેનાથી તેની ખાવામાં રુચિ વધી શકે છે. જબરદસ્તી ન કરો: ખાવા માટે દબાણ કરવાથી અથવા ઠપકો આપવાથી બચો. વિકલ્પો આપતા રહો: એક ફળ કે શાકભાજી પસંદ ન આવે તો બીજા વિકલ્પો અજમાવો. ************** ગ્રાફિક્સ- મહેન્દ્ર વર્મા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *