Ahmedabad: માંડલમાં ભાજપ દ્વારા અમદાવાદ જિલ્લાકક્ષાના સંવિધાન દિવસની ઉજવણી

📅 Published: November 27, 2026 | 📂 Category: gujarati-news

માંડલ : તા. 26મી નવેમ્બર 1949માં ભારતના બંધારણને મંજૂરી મળી અને 1950માં દેશમાં તે સંવિધાનને અમલમાં લાવવામાં આવ્યું હતું. એટલે દરવર્ષે 26મી નવેમ્બરના રોજ સંવિધાન (બંધારણ) ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા માંડલ નગરમાં સંવિધાન દિનની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. નગરના રાંદલ માતાજીના મંદિર પાસેથી ડી.જે સાથે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી, જે નગરના બાવીસી બજાર વિસ્તાર થઈ માંડવી ચોક, ખંભલાય ચોક અને ચબુતરા ચોક થઈને આંબેડકર છાત્રાલય સુધી પહોંચી અહીં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલ અને અન્ય યાત્રાને નીહાળી રહેલ ગ્રામજનોએ રથમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. છાત્રાલય ખાતે યાત્રા પહોંચ્યા બાદ સૌપ્રથમ આગેવાનો,હોદ્દેદારો દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ ત્યારબાદ મંચસભાનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ,ધારાસભ્ય, જિલ્લા મહામંત્રીઓ, જિલ્લા પંચાયતના ચુંટાયેલ આગેવાનો-હોદ્દેદારો તેમજ વિરમગામ વિધાનસભાના ત્રણેય તાલુકાના સંગઠન અને તાલુકા, નગરપાલિકા સહિતના તમામ ભાજપ આગેવાનોના સ્વાગત સન્માન વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટયથી કરાઈ, સંવિધાન ગૌરવ દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે પ્રસંગોપાત ઉદ્દબોધન કર્યુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *