Nadiad : ફાગવેલ ભાથીજી મંદિરમાં દર્શનાર્થીઓની ચેઈન સ્નેચીંગ કરનારો ઇસમ ઝડપાયો

📅 Published: November 27, 2026 | 📂 Category: gujarati-news

ધાર્મિક સ્થળો પર તથા ભીડભાડવાળી જગ્યાઓ પર ધક્કામુક્કી કરીને સોનાના કિંમતી દાગીના ચોરી લેતા ચોરને કઠલાલ પોલીસે ઝડપી પાડયો છે. કઠલાલના ફાગવેલ ભાથીજી મંદિરમાં દર્શન માટે આવેલ દર્શનાર્થીની બે દિવસ અગાઉ કોઈ અજાણ્યા ઈસમે દર્શન કરતી વખતે ધક્કા મુક્કી કરીને એક તોલાની સોનાની ચેઈન કાપી લીધી હતી. જે ચોરને કઠલાલ પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો હતો. ગળતેશ્વરના પરબીયામાં રહેતા વિનોદભાઈ ભોઈ પોતાના પરિવાર સાથે ગત તા.24 નવેમ્બર 2026ના રોજ ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં ભીડ વધારે હોઈ ધક્કામુક્કી થતી હોય દરમિયાન તેમના સાસુ લીલાબેન મહેરાના ગળામાંથી કોઈએ સોનાની ચેઈન કાપી લીધેલ હતી. સાસુએ બુમાબુમ કરતાં આસપાસ શોધખોળ કરી હતી. પણ ચેઈન મળી આવી ન હતી. જેથી આ મામલે તેમણે કઠલાલ પોલીસ મથકે તોલાની ચેઈન (95 હજાર)ની ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી. કઠલાલ પોલીસે તપાસ હાથ ધરતાં ચોરી કરનાર ઈસમની બાતમી મળી હતી. જે આધારે પોલીસે ચોર વિનોદ ગેનાભાઈ (રહે.કપડવંજ, ગોપાલપુરા)ને ઝડપી પાડયો હતો. પુછતાછ કરતાં તેણે ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે ચોર પાસેથી ચોરીમાં ગયેલ તોલાની ચેઈન કબજે લીધી હતી. અને પુછતાછ કરતાં તેની વિરુદ્ધ અગાઉ ચાણોદ, મહેમદાવાદ અને કપડવંજ પોલીસ મથકે ગુના નોંધાયેલ હોવાની કબુલાત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *