Ahmedabad: ધંધૂકા શહેરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવનો ભક્તિમય માહોલમાં શુભારંભ

📅 Published: November 27, 2026 | 📂 Category: Ahmedabad

ધંધૂકા : અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગો.વા.સુશીલાબેન તથા ગો.વા. રસિકભાઈ અમૃતલાલ શાહ (ધંધુકા) પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવનો તા. 25મીથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી તા. 1લી ડિસેમ્બર સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય હિરેનભાઈ શાસ્ત્ર્રી (ઉપલેટાવાળા) ભાવિક ભક્તોને શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનું રસપાન દરરોજ બપોરે 3:30 થી સાંજે 6:30 કલાક સુધી કરાવવામાં આવી રહ્યું છે. મહોત્સવ અંતર્ગત તા. 25મીએ પોથીયાત્રા સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ તા. 26મીએ રાસોત્સવ, તા. 27મીએ શ્રી નૃસિંહ જન્મોત્સવ, તા. 28મીએ શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા. 29મીએ ગોવર્ધન લીલા તથા ભક્તિ સંધ્યા, તા. 30મીએ રુક્મિણી વિવાહ અને તા. 1લી ડિસેમ્બરના રોજ સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાસોત્સવમાં મધુર સંગીતમય ઓર્કેસ્ટ્રા દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જવામાં આવશે. જય ગોપાલ ગ્રુપ સાઉન્ડ કલા દ્વારા ભક્તિ સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધંધૂકાની મહાનગર સોસાયટી ખાતે યોજાઈ રહેલા આ ભાગવત સપ્તાહ મહોત્સવમાં ધર્મપ્રેમી જનતા અને ભાગવત રસિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કથા શ્રાવણ તથા વિવિધ ધાર્મિક પ્રસંગોનો લાભ લઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *