Ahmedabad: દેત્રોજના રૂદાતલા ગામના ગણપતિ મંદિરે રાણીપના પદયાત્રા સંઘનું ઉમંગભેર આગમન

📅 Published: November 27, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના રાણીપ વિસ્તારથી દેત્રોજ તાલુકાના સુપ્રસિદ્ધ દેત્રોજ તાલુકાના રૂદાતલા ગણપતિ મંદિર સુધી સતત 21 મા વર્ષે ભવ્ય પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. શિવદાસ પટેલ પરિવાર તથા સ્વ. જયંતીભાઈ શિવદાસ પટેલ પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાને આ વર્ષે પણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક આગળ ધપાવવામાં આવી હતી. પદયાત્રાના પ્રારંભ પૂર્વે તા. 23 નવેમ્બરના રોજ રાણીપ સ્થિત હરિદશૅન સોસાયટી ખાતે શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાન સાથે ધજા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. 25 નવેમ્બરના રોજ વહેલી સવારે ‘ગણપતિ બાપ્પા મોરયા’ના ગગનભેદી જયઘોષ સાથે પદયાત્રા સંઘનું રૂદાતલા તરફ્ પ્રસ્થાન થયું હતું. કેસરી ધજા અને ગણપતિ દાદાના જયઘોષ સાથે પદયાત્રીઓએ ભક્તિમય માહોલમાં પગપાળા યાત્રા પૂર્ણ કરી હતી. તા.27 નવેમ્બરના રોજ વહેલી સવારે 10:00 કલાકે રૂદાતલા ગણેશ મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજા આરોહણનો પાવન કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *